AHAVADANG

ડાંગની ત્રણેય તાલુકામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી: આહવા-વઘઇમાં ચિઠ્ઠીએ નક્કી કર્યા સત્તાના સરતાજ, સુબિરમાં ભાજપનો ભગવો લહેરાયો

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની ત્રણેય તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી દરમિયાન રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો.આહવા અને વઘઇ તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાન મતો થતા ટાઈની સ્થિતિ સર્જાઈ હતી,જેના કારણે ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળી  વિજેતાઓ નક્કી કર્યા હતા.જ્યારે સુબિર તાલુકા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે પ્રમુખ અને ઉપપ્રમુખ એમ બન્ને પદો કબ્જે કરી પોતાની મજબૂત રાજકીય પકડ સાબિત કરી હતી.જેમાં આહવા તાલુકા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.આહવા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતા અંતિમ ક્ષણે રાજકીય પલટો જોવા મળ્યો હતો.અને જેના પગલે  ચિઠ્ઠીથી પ્રમુખ અને ઉપપ્રમુખ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.આહવા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલાં તાલુકા પંચાયત કચેરી બહાર ભારે રાજકીય ઘમાસાણ જોવા મળ્યુ હતુ.ભાજપ અને કોંગ્રેસનાં કાર્યકરો આમને-સામને આવી જતા હોબાળો મચ્યો હતો અને સમગ્ર વાતાવરણ તંગ બન્યું હતુ.આહવા તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી કોંગ્રેસે 09 બેઠકો જીતી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે ભાજપે 07 બેઠકો મેળવી હતી. જોકે અંતિમ ઘડીએ ભાજપે રાજકીય ચાલ ચલતા કોંગ્રેસના ડોન બેઠક વિસ્તારની સભ્ય કાજલબેન ચૌર્યાને પોતાના સમર્થનમાં લઈ ભાજપાનાં 07 સભ્યોનો ટેકો જાહેર કરતા ભાજપા અને કૉંગ્રેસનું સંખ્યાબળ 08-08 પર આવી પહોંચ્યુ હતુ.જેથી અહી ટાઈની સ્થિતિ સર્જાતા ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કર્યો હતો.જેમાં પ્રમુખ પદ માટે કોંગ્રેસનાં વિણાબેન જયરામભાઈ ગાંગુર્ડેની પસંદગી થઈ હતી, જ્યારે ઉપપ્રમુખ પદ ભાજપના ભુપેશભાઈ લક્ષમણભાઈ પવારને વિજેતા જાહેર કર્યા હતા.જ્યારે વઘઇ તાલુકા પંચાયતમાં પણ ટક્કર બરાબરીની જામી હતી.અહી વઘઇ તાલુકા પંચાયતમાં ચિઠ્ઠીનાં નસીબે ભાજપને પ્રમુખ અને કોંગ્રેસને ઉપપ્રમુખ પદ મળ્યુ હતુ.વઘઇ તાલુકા પંચાયતમાં પણ રાજકીય ચિત્ર અત્યંત રસપ્રદ રહ્યુ હતુ. કુલ 16 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસને સમાન 08-08 બેઠકો મળતા અહી પણ ટાઈની સ્થિતિ સર્જાઈ હતી.પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે ચૂંટણી અધિકારીએ ચિઠ્ઠી ઉછાળતા પ્રમુખ પદ ભાજપના શકુંતલાબેન સુભાષભાઈ પાડવીના ફાળે ગયુ હતુ.જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસના ઈસ્તરબેન માહલાનીની વરણી કરવામાં આવી હતી.જ્યારે સુબિર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે.સુબિર તાલુકા પંચાયતમાં ભાજપાએ 12 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી છે,સુબિર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ સ્પષ્ટ બહુમતિ મેળવી વિજેતા બન્યા હતા.સુબિર તાલુકા પંચાયતમાં ભાજપે એકતરફી જીત મેળવી હતી. કુલ 16 બેઠકોમાંથી ભાજપે 12 બેઠકો કબ્જે કરી સ્પષ્ટ બહુમતી મેળવી હતી, જ્યારે કોંગ્રેસને માત્ર 04 બેઠકો મળી હતી.ભાજપના સંજયભાઈ જયરામભાઈ પવાર પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે રઘુનાથભાઈ સાવળેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.હાલમાં ડાંગ જિલ્લાની રાજનીતિમાં ભાજપનો પ્રભાવ યથાવત જોવા મળ્યો છે.જ્યારે કૉંગ્રેસ સજીવન બની ઉભી થઇ છે.ત્રણમાંથી બે તાલુકા પંચાયતના પ્રમુખ પદ ભાજપના ફાળે ગયા.ડાંગ જિલ્લાની તાલુકા પંચાયતની સત્તાના સમીકરણો પર નજર કરીએ તો વઘઇ અને સુબિર તાલુકા પંચાયતના પ્રમુખ પદ પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જ્યારે આહવા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયુ હતુ.ઉપપ્રમુખ પદની વાત કરીએ તો આહવા અને સુબિર તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પદ ભાજપાનાં ફાળે ગયા છે, જ્યારે વઘઇ તાલુકા પંચાયતનું ઉપપ્રમુખ પદ કોંગ્રેસના ફાળે જતા જિલ્લાની રાજનીતિમાં મિશ્ર ચિત્ર સામે આવ્યુ હતુ.નવા વરણી પામેલ પ્રમુખો અને ઉપપ્રમુખોને ડાંગ ભાજપા તથા કૉંગ્રેસનાં આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી..

Back to top button
error: Content is protected !!