
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી – રાત્રિના સમયે અરવલ્લી જીલ્લામાં અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર લાકડાઓ ની હેરાફેરી – વનવિભાગ કુંભકર્ણની નિંદ્રામાં, વિડિઓ આવ્યા સામે*
*લાકડાઓની હેરાફેરી કાયદેસર કે ગેરકાયદેસર જેને લઇ સવાલો*
અરવલ્લીના જંગલોમાં ફરી એકવાર લાકડા ચોરી અને સ્મગલિંગના મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. અડધી રાત્રે નંબર પ્લેટ વગરના વાહનોમાં જંગલ સંપત્તિની હેરાફેરી થતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે

ફિલ્મી સ્ટાઈલમાં ચાલતા આ કાળા કારોબારમાં ગોઠવણબદ્ધ નેટવર્ક કાર્યરત હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. નંબર પ્લેટ વગરના લાકડા ભરેલા ટ્રેક્ટરો ખુલ્લે આમ જાહેર માર્ગો પરથી પસાર થતા હોય છે ત્યારે અનેક સવાલો ઊભા થયા છે કે શું આ લાકડાઓ કાયદેસર કે પછી ગેરકાયદેસર છે જેને લઇ વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે લોકોનું માનવું છે કે લાકડાની હેરાફેરી ની કામગીરી પૂર્વ આયોજન સાથે થઈ રહી હોઈ શકે છે, જેથી અકસ્માત કે દરોડા દરમિયાન વાહનની ઓળખ ન થઈ શકે.
ધીરે ધીરે હવે જંગલો નષ્ટ થતા અરવલ્લીની હરિયાળી સંપત્તિને નિશાન બનાવી રહ્યું છે કોણ ? “વીરપ્પન સ્ટાઈલ” જે પ્રકારે હેરાફેરી થઈ રહી છે ત્યારે વન વિભાગ અને સ્થાનિક તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે.સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોને પગલે લોકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો આ પ્રવૃત્તિ સમયસર નહીં રોકાય તો અરવલ્લીના જંગલોને મોટું નુકસાન પહોંચી શકે છે.
હવે જોવાનું એ રહેશે કે વન વિભાગ અને પોલીસ તંત્ર આ મામલે કેટલા સક્રિય બને છે? શું આ નેટવર્ક પાછળના ચહેરાઓ બહાર આવશે..? અને શું અરવલ્લીના જંગલોને બચાવવા માટે કડક કાર્યવાહી થશે કે પછી “સબ સલામત હૈ”ના દાવા વચ્ચે જંગલોની લૂંટ ચાલુ રહેશે..?





