DEVBHOOMI DWARKAKHAMBHALIYA

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન ખાતે કર્મચારીઓ માટે હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો, દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેકટર શ્રી રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા આરોગ્ય શાખાના સહયોગથી કર્મચારીઓ માટેના હેલ્થ ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા સેવા સદન ખાતે વિવિધ કચેરીઓમાં કાર્યરત કર્મચારીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. કેમ્પમાં બ્લડ પ્રેશર અને શુગર તપાસવામાં આવ્યાં હતાં અને કર્મચારીઓને જરૂરી આરોગ્ય સલાહ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!