લોકો સ્વાસ્થ્ય જાગૃતિ લાવા પાલનપુરમાં ડોકરારનીંગ ક્લબ દ્વારા સીટી રન દોડ આયોજનમાં વડીલો

30 મે જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
લોકો સ્વાસ્થ્ય જાગૃતિ લાવા પાલનપુરમાં ડોકરારનીંગ ક્લબ દ્વારા સીટી રન દોડ આયોજનમાં વડીલો. બાળકો .બહેનોએ ભાગ લીધો..
શહેરમાં છ કિલોમીટર અંતરે દોડમાં અઢીસો લોકોએ ભાગ લીધો.પાલનપુરમાં પ્રથમ વખત ડોકરા રનીંગ ક્લબ દ્વારા “સિટીરન દોડ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવવાનો હતો. આ ઇવેન્ટમાં અંદાજે 250 આસપાસ લોકો એ ભાગ લીધો. .આ દોડ જી ડી મોદી કોલેજ થી શરૂ થઈ એગોલારોડ તરફ થઈ તિરુપતિ અને સ્વાગત ગ્રીન સોસાયટી માં થઈ પરત ફરી હતી. અંદાજે 6 કિમી ની આ સીટી રન માં 5 વર્ષ ના બાળકો થી લઈ ને 80 વર્ષ ના વડીલ વ્યક્તિઓ એ પણ ઉમળકા ભેર ભાવ લીધો હતા ડોકરારનિંગ ક્લબ એ જ્યારે શરૂ થયું હતું ત્યારે માત્ર 4 વ્યક્તિઓ ગ્રાઉન્ડ પર હતા અને આજે એ જ ગ્રાઉન્ડ પર 250 થી વધુ લોકો એ જે રીતે અભિયાન શરૂ કર્યું એ સમગ્ર ડોક્ટર પરિવાર માટે ગૌરવ ની વાત છે.આજે ભીડભાડ અને તણાવ ભરી આ દુનિયામાં આપણે સૌ સૌથી વધુ અગત્યની અને અમૂલ્ય વસ્તુને ખોઈ રહ્યા છીએ અને તે છે આપણું સ્વાસ્થ્ય. અનિયમિત જીવનશૈલીને કારણે આપણે દિન પ્રતિદિન વિવિધ પ્રકાર ના રોગોના શિકાર બની રહ્યા છીએ ત્યારે નિશુલ્ક રીતે ચાલતા આ ડોકરા રનીંગ ક્લબ દ્વારા જે અભિયાન શરૂ થયું તે ખરેખર પ્રશંસા યોગ્ય છે. આ ક્લબ ની શરૂઆત પાલનપુર થી થઈ હતી અને અત્યારે ગુજરાતમાં 15 જેટલા શહેરોમાં અને ગુજરાત બહાર 3 રાજ્યમાં આ કલબ ની શરૂઆત થઈ ગઈ છે. આજીવન નિઃશુલ્ક ચાલતા આ ક્લબના માધ્યમથી એક જ વર્ષ માં 100 થી વધુ વિધાર્થીઓ એ આર્મી અને પોલીસ ની ભરતી ની પરીક્ષા પાસ કરી . આ સમગ્ર ડોકરા ક્લબ પરિવાર માટે ગૌરવની વાત છે. આ ક્લબ ના ફાઉન્ડર કર્ણ બ્રહ્મભટ્ટ ના જણાવ્યા મુજબ તેમણે એક સ્વપ્ન જોયું છે કે ભારતભર ના તમામ શહેરો માં આ ક્લબ હોય અને ત્યાં વિવિધ જિલ્લાઓ માં 5,000 થી વધુ મેમ્બર જોડાયા છે જેમાં પાલનપુર મહેસાણા પાટણ. ડીસા. સિધ્ધપુર .વડગામ ગાંધીનગર અમદાવાદ ઉદેપુર આબુરોડ પૂર્ણ દિલ્હી હૈદરાબાદ વગેરે જગ્યાએ આ સેવા સંસ્થામાં લોકો જોડાયા છે.






