BANASKANTHAGUJARATKANKREJ

સરિયદ ખાતે શ્રી ઠાકર મહારાજ તથા શ્રી સધી માતાજીના મંદિરે ઊંઝિયા પરિવાર પ્રજાપતિ ભાઈઓએ દર્શન કર્યા.

સરિયદ ખાતે શ્રી ઠાકર મહારાજ તથા શ્રી સધી માતાજીના મંદિરે ઊંઝિયા પરિવાર પ્રજાપતિ ભાઈઓએ દર્શન કર્યા.

સરિયદ ખાતે શ્રી ઠાકર મહારાજ તથા શ્રી સધી માતાજીના મંદિરે ઊંઝિયા પરિવાર પ્રજાપતિ ભાઈઓએ દર્શન કર્યા.

સરસ્વતી તાલુકાના સરીયદ ખાતે સમસ્ત ઉંઝિયા પરિવર સમાજના શ્રી સધી માતાજીની પધરામણી તમામ ભાઈઓ સાથે મળી સવંત ૨૦૬૦ ના અધિક શ્રાવણસુદ-૯ ને સોમવાર તા.૨૬/૦૭/૨૦૦૪ ના રોજ પ્રતિષ્ઠા કરેલ જ્યારે ઠાકર મહારાજની પ્રતિષ્ઠા સવંત ૨૦૬૧ ના ચૈત્ર સુદ-૯ ને સોમવાર તા.૧૮/૦૪/૨૦૦૫ ના રોજ ધામધૂમ થી પ્રતિષ્ઠા કરેલ જે જગ્યા ઉજડ વન જેવી હતી ત્યાં અત્યારે અઢળક વિકાસ થયો છે.વારે તહેવારે ઊંઝિયા પરિવાર પ્રજાપતિ સમાજ અહીં શિશ નમાવી બાધા આખડી પુરી કરે છે. આ સ્થળે માતાજીના દર્શન કરવાથી અનેક ભાવિકોના મનોરથો પુરા થયા છે. અત્યારે પવિત્ર અધિકમાસ (પુરૂષોત્તમ માસ) ચાલી રહ્યો છે, જેને સંતો -ભક્તો અત્યંત પુણ્યશાળી અને મોક્ષ આપનારો મહિનો માને છે.ત્યારે આજરોજ અધિક પ્રથમ જેઠસુદ પૂનમ ને રવિવાર ના પાવન દિવસે પસાભાઈ પ્રજાપતિ જુનાડીસા,પસાભાઈ કડી,કુરશીભાઈ પ્રજાપતિ જુનાડીસા,શ્રીસધી માતાજીના ભુવાજી રાજુભાઈ પ્રજાપતિ કુંવારવા,કસલપુરા પૂર્વ સરપંચ સોમાભાઈ ઊંઝિયા,ગાંડાભાઈ પ્રજાપતિ કડી,ભારૂભાઈ પ્રજાપતિ થરા, ભેમાભાઈ પ્રજાપતિ વાલમ સહીત ભાવિક ભક્તો દર્શન કરી ધન્યવાદ અનુભવેલ.આગામી સમયમાં શિલ્પી અને પેઈન્ટિંગ તથા રંગરોગન કરતા રામાભાઈ પ્રજાપતિ (કાટડીયા) અનાવાડા વાળા શ્રી ઠાકર મહારાજ ની મૂર્તિને લેપકામ કરી નવા રૂપ રંગમા તૈયાર કરશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. પૂજારી અલ્કેશભાઈ પ્રજાપતિ બંને મંદિરે સેવા આપી રહ્યા છે.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!