BANASKANTHAPALANPUR

વડગામના પસવાદળ તલાટી -કમ- મંત્રી નો વિદાય સમારંભ યોજાયો

1 જુન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વડગામ તાલુકાના પસવાદળ ગ્રામ સચિવાલય ખાતે છેલ્લા પાંચ વર્ષથી ફરજ બજાવતા તલાટી-કમ-મંત્રી સંજય ભાઈ ચૌધરી ની મગરવાડા ખાતે બદલી થતાં ગ્રામપંચાયત તથા ગ્રામજનો દ્વારા વિદાય સમારંભ યોજાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ બબીબેન ચૌધરી ની અધ્યક્ષતા માં એ.પી.એમ.સી.ચેરમેન પરથીભાઈ લોહ અને તાલુકા પંચાયત ડેલિગેટ વર્ષાબા રાજપૂત, સરપંચ હેતલબેન જોષી, ડે.સરપંચ રણજીતસિંહ રાજપૂત, મેનેજીંગ ટ્રસ્ટી લક્ષ્મણભાઈ ભટોળ, સામાજિક કાર્યકર કાંન્તિલાલ જોષી ની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી વિરપાનાથ વિર મહારાજ મંદિર ખાતે વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં નવનિયુક્ત તલાટી કમ મંત્રી ને આવકારવામાં આવ્યા હતાં. કાયૅક્રમ નું સંચાલન મહેશભાઈ ઠાકરે કર્યું હતું.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ

Back to top button
error: Content is protected !!