MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી: હળવદમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું, રૂ.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી રાજકોટ રેન્જ ટીમ

 

MORBI:મોરબી: હળવદમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું, રૂ. ૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી રાજકોટ રેન્જ ટીમ

 

રાજકોટ રેન્જ આઈ.જી.પી. શ્રી નિર્લિપ્ત રાયની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જ પોલીસે કુદરતી સંપત્તિનું નુકસાન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત મોરબી જિલ્લાના હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી ખનન (રેતી ચોરી)નું મોટું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે.

રાજકોટ રેન્જના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી પી.એન.મોરી, શ્રી બી.સી.મીયાત્રા, શ્રી સી.એમ.કાંટેલીયા અને તેમની ટીમ હ્યુમન સોર્સ તેમજ વર્કઆઉટ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન સ્ટાફના ધર્મેન્દ્રસિહ વાઘેલા, રાજદિપસિહ ઝાલા, દિલીપસિહ સિંધવ અને ફતેસંગ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં બ્રહ્માણી નદીના કાંઠે દરોડો પાડવામાં આવ્યો હતો.

નદીના કાંઠે ગેરકાયદેસર રેતીનું ખનન કરતા ઇસમોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબના વાહનો અને સાધનો કબ્જે કર્યા છે:

એક ડમ્પર ,એક હિટાચી મશીન ,એક હોડકું ,કબ્જે કરાયેલા આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૮૦,૦૦,૦૦૦/- (એંસી લાખ) આંકવામાં આવી છે.રાજકોટ રેન્જ ટીમે સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી, કસૂરવારો અને જપ્ત કરાયેલા મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે સોંપી દીધા છે. આ અંગે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે, જેથી કાયદેસરની દંડનીય કાર્યવાહી હાથ ધરી શકાય.

Back to top button
error: Content is protected !!