MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળિયાના કાજરડા ગામે જૂની અદાવતમાં યુવક પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો: ત્રણ સામે ગુનો દાખલ

 

MALIYA (Miyana):માળિયાના કાજરડા ગામે જૂની અદાવતમાં યુવક પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો: ત્રણ સામે ગુનો દાખલ

માળિયા મિયાણા તાલુકાના કાજરડા ગામે જૂની બોલાચાલીની અદાવત રાખીને એક ૩૫ વર્ષીય યુવક પર ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે ભોગ બનનાર યુવકે માળિયા મિયાણા પોલીસ મથકે ત્રણેય હુમલાખોરો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, કાજરડા ગામે રહેતા અયુબભાઈ ઉમરભાઈ કાજેડીયા (ઉં.વ. ૩૫) ના ભત્રીજાને ગામમાં જ રહેતા કેટલાક શખ્સો સાથે અગાઉ કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ જૂની બોલાચાલીનો મનમાં ખાર રાખીને આરોપીઓએ અયુબભાઈને નિશાન બનાવ્યા હતા.

આરોપીઓએ અયુબભાઈ સાથે અચાનક બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી દીધી હતી. ઝઘડો વધતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ લોખંડના પાઇપ વડે અયુબભાઈ પર તૂટી પડી જેમફાવે તેમ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

આ હુમલા અંગે અયુબભાઈ કાજેડીયાએ માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે કાજરડા ગામના જ ત્રણ આરોપીઓ:૧. અસગર રમજાનભાઇ મોવર,૨. આર્યન ,૩. આબીદ રમજાનભાઇ મોવર વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!