MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રાજપર ચોકડી પાસેથી મેચ પર જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

 

MORBI:મોરબીના ત્રાજપર ચોકડી પાસેથી મેચ પર જુગાર રમતો એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરના ત્રાજપર ચોકડી પાસે જાહેર રોડ પરથી બી ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલીંગ દરમિયાન આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન જુગાર રમતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડ્યો છે. પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૬,૧૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બી ડીવીઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, ત્યારે ત્રાજપર ચોકડી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોબાઈલ ફોન સાથે મળી આવ્યો હતો. પોલીસે તેની તલાસી લેતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

આરોપી અજયભાઈ પોતાના મોબાઈલમાં ‘લાઈવગુરૂ’ ઓનલાઈન એપ્લિકેશનમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે ચાલતી ટ્વેન્ટી-૨૦ ક્રિકેટ મેચ નિહાળી રહ્યો હતો. તે દરમિયાન તે અન્ય એક આરોપી રવી ઉર્ફે માસ વરાણીયા (જે હાજર મળી આવ્યો ન હતો) સાથે વોટ્સએપ પર સતત સંપર્કમાં હતો. આરોપીઓ વોટ્સએપ પર પ્લેયર માંગીને રને રૂપિયા ૧૫૦ ના સોદા કરી રનફેર ઉપર પૈસાની હારજીતનો ઓનલાઈન જુગાર રમી અને રમાડી રહ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી મુદ્દામાલ જપ્ત કર્યો છે:રોકડા રૂપિયા: રૂ. ૧,૧૫૦/-મોબાઈલ ફોન: ૧ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-)કુલ મુદ્દામાલ: રૂ. ૧૬,૧૫૦/-આરોપીઓ ૧. અજયભાઈ શામજીભાઈ જીંજવાડીયા (ઉંમર વર્ષ ૨૭, રહે. ત્રાજપર ઝાંપા પાસે, મોરબી) – ઝડપાયેલ આરોપી ,૨. રવી ઉર્ફે માસ વરાણીયા – હાજર નહીં મળી આવેલ આરોપી મોરબી બી ડીવીઝન પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુન્હો નોંધીને ફરાર આરોપી રવીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!