MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેનું વહેલી સવારે આકસ્મિક ચેકિંગ







MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં કલેક્ટર સ્વપ્નિલ ખરેનું વહેલી સવારે આકસ્મિક ચેકિંગ



મોરબી શહેરની સરકારી સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાઓ અને આરોગ્ય સેવાઓની સ્થિતિ જાણવા માટે જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વહેલી સવારે એકાએક આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કલેક્ટરના આ અચાનક આગમનને પગલે હોસ્પિટલ તંત્ર અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.
આ આકસ્મિક મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર પ્રદીપ દુધરેજીયા તેમજ આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર હાજર થઈ ગયા હતા. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વોર્ડ, દર્દીઓના રૂમો, ફાયર સેફ્ટીની સિસ્ટમ તેમજ જરૂરી દવાઓના સ્ટોકની વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની નજીકથી સમીક્ષા કરી હતી.

નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટરે માત્ર અધિકારીઓ સાથે જ નહીં, પરંતુ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાંઓ સાથે પણ સીધી વાતચીત કરી હતી. તેમણે દર્દીઓ પાસેથી હોસ્પિટલમાં મળતી સારવારની ગુણવત્તા, સ્ટાફના વર્તન અને ઉપલબ્ધ સુવિધાઓ અંગે રૂબરૂ પ્રતિસાદ મેળવ્યો હતો, જેથી સરકારી સેવાઓનો સાચો ચિતાર જાણી શકાય.કલેક્ટર સ્વપ્નિલ ખરેના આ કડક વલણ અને ઓચિંતા ચેકિંગને પગલે આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલની વ્યવસ્થાઓમાં વધુ સુધારો જોવા મળશે તેવી આશા સેવાઈ રહી છે.



