
બ્રિજેશ પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંઘ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ઝઘડિયા વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાએ જીલ્લામા ચાલતી પ્રોહી/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા તેમજ પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સારુ સચુનાને આધાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર આર.ડી.ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ રાખી પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા સુચના આપી હતી .
જેના આધારે નેત્રંગ પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતો જે દરમિયાન અ.હે.કો. રવિન્દ્રભાઇને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે “ખરેઠા ગામે રહેતાં બુટલેગર મહેશ ઉર્ફે ભુયો કુવરજી વસાવા રહે-ખરાઠા નિશાળ ફળીયું તા.નેત્રંગ જી.ભરૂચ એ
ખરેઠા ગામે પોતાના ખેતરમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારી સંતાડી રાખેલ છે.” જે બાતમી આધારે પોલીસ સ્ટેશન હાજર સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઈડ કરતા મહેશ ઉર્ફે ભુયો કુવરજી વસાવા હાજર હોય સાથેનાં પંચોની હાજરીમાં તેના ખેતરમાં તથા આજુ-બાજુ કોતરમાં તપાસ કરતાં ખેતરના વચ્ચે ડાંગરના પરાડના ઢગલા નીચે કાળા કલરની તાડપતરીની નીચે પ્લાસ્ટીકના ઝભલામાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-૨૪૦૬ તથા બિયર ટીન નંગ-૦૬ મળી કુલ કિં-૩,૭૯,૫૯૫/- તથા આરોપીના અંગ ઝડતીમાં ઓપો કંપનીનો મોબાઇલ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ ૩,૮૪,૫૯૫/-નાં મુદ્દામાલ સાથે મહેશ ઉર્ફે ભુયો વસાવા ઝડપી પાડ્યો હતો.
જ્યારે દારૂનો જથ્થો મોકલનાર પહીયા અને મુદ્દામાલ આપી જનાર ભુપેન્દ્ર રમેશ ધીવાલા રહે-ભરૂચને વોન્ટેડ જાહેર કરી ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


