MORBIMORBI CITY / TALUKOWANKANER

WAKANER:વાંકાનેરના તીથવા ગામે પાડોશીઓની અદાવતમાં ઘરમાં ઘૂસી હુમલો: બે યુવતીઓ ઈજાગ્રસ્ત, ચાર સામે ફરિયાદ

 

WAKANER:વાંકાનેરના તીથવા ગામે પાડોશીઓની અદાવતમાં ઘરમાં ઘૂસી હુમલો: બે યુવતીઓ ઈજાગ્રસ્ત, ચાર સામે ફરિયાદ

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાડોશમાં રહેતા પરિવારો વચ્ચે સામાન્ય બાબતે અવારનવાર રાખવામાં આવતી ખોટી શંકા-કુશંકાના કારણે મામલો બિચક્યો હતો. રાત્રિના સમયે ઘરમાં ઘૂસીને લોખંડના પાઇપ અને ઢીકાપાટુ વડે હુમલો કરી બે યુવતીઓને ઇજા પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ચાર શખ્સો વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, તીથવા ગામના લાલશાહનગર ધાર વિસ્તારમાં રહેતા મુમતાજબેન સલીમશા શાહમદાર (ઉ.વ. ૪૨) એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના પાડોશમાં રહેતા આરોપી યુનુશભાઈ અને યાસ્મીનબેન અવારનવાર ફરિયાદી પર ખોટી શંકા-કુશંકા કરી આક્ષેપો કરતા હતા અને બોલાચાલી કરતા હતા. પાડોશી હોવાના નાતે ફરિયાદી અત્યાર સુધી આ બાબતોને ગણકારતા ન હતા.

દરમિયાન, આરોપીઓએ અચાનક ફરિયાદીના ઘરે આવી ઝઘડો શરૂ કર્યો હતો. આ હુમલામાં:આરોપી સમીરભાઈએ લોખંડના પાઈપ વડે ફરિયાદીની દીકરી જસ્મીનને પીઠના (વાસાના) ભાગે ફટકો મારી ઇજા પહોંચાડી હતી.આરોપી મુસ્તાકભાઈએ અન્ય યુવતી સાનિયાને ઢીકાપાટુ મારી મુંઢ ઇજાઓ કરી હતી.હુમલાખોરોએ આટલેથી ન અટકીને ફરિયાદી તેમજ સાનિયાને જાહેરમાં બિભત્સ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ચારેય આરોપીઓ:યુનુશભાઈ કાળુભાઈ (રહે. તીથવા) યાસ્મીનબેન યુનુસભાઈ (રહે. તીથવા) સમીરભાઈ આદમભાઈ દલપોત્રા (રહે. વાલાસણ)મુસ્તાકભાઈ ઉર્ફે મુસો હાજીભાઈ દલપોત્રા (રહે. વાલાસણ)વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!