સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નો મગરવાડા તિર્થ સ્થાનેથી શુભારંભ કરવામાં આવ્યો

7 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નો મગરવાડા તિર્થ સ્થાનેથી શુભારંભ કરવામાં આવ્યો.વડગામ તાલુકા ભાજપ સંગઠન દ્વારા મગરવાડા તિર્થ સ્થાન ગાદીપતિ યતિવર્યશ્રી વિજય સોમજી મહારાજ સાહેબ,જિ.પં.ઉપાધ્યક્ષ બબીબેન ચૌધરી ની પ્રેરક ઉપસ્થિતિમાં અને જિલ્લા ભાજપ અગ્રણી, બનાસ બેંક ડિરેક્ટર, તાલુકા સ.ખ.વે.સંઘ ચેરમેન કે.પી. ચૌધરી,તા. ભાજપ પ્રમુખ કોમરાજભાઈ ભુતડીયા, તા.પં.પ્રમુખ અનુબેન ઉપલાણા,તા.પં.પુવૅ.પ્રમુખ પરથીભાઈ ગોળ, એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ ( પસવાદળ), જિલ્લા ડેલિગેટ ક્રિષ્નાબેન જીરાલા, પ્રદેશ ભાજપ અગ્રણી અશ્વિનભાઈ સક્સેના,પુવૅ.ડેલિગેટ બાલકૃષ્ણ જીરાલા, ડે.સરપંચ કેશરભાઈ ઉપલાણા , ગીતાબેન પ્રજાપતિ, ચંપાબેન પ્રજાપતિ દ્વારા રવિવારે
સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નો શુભારંભ કરવામાં આવ્યો હતો. મહામંત્રી લાલાજી ઠાકોર, મહામંત્રી દિનેશ સિંહ સોલંકી એ કાયૅક્રમ નું સફળ સંચાલન કર્યું હતું. આ કાયૅક્રમ માં પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.તસ્વીર અહેવાલ પુષ્કર ગોસ્વામી વડગામ 





