WAKANER:વાંકાનેરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી મોરબી એલ.સી.બી: JCB અને ડમ્પર સહિત ૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત







WAKANER:વાંકાનેરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી મોરબી એલ.સી.બી: JCB અને ડમ્પર સહિત ૫૫ લાખનો મુદ્દામાલ જપ્ત



મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને ખાણ ખનિજ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વાંકાનેર તાલુકામાં સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનિજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે. કણકોટ ગામની સીમમાં બિલેશ્વર મહાદેવ મંદિર પાસે ચાલતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ત્રાટકીને પોલીસે બે ઇસમોને વાહનો અને કરોડોની કિંમતના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી લીધા છે.

મળતી માહિતી મુજબ, મોરબી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડનો સ્ટાફ તેમજ મોરબી જિલ્લા ખાણ ખનિજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંયુક્ત રીતે પેટ્રોલિંગ અને ચેકિંગની કામગીરીમાં હતા. આ દરમિયાન વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં, બિલેશ્વર મહાદેવ મંદિર તરફ જવાના કાચા રસ્તે વોકળા પાસેથી ગેરકાયદેસર ખનિજ ખનન અને વહન થતું હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા નીચે મુજબના વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા:જે.સી.બી. (JCB)GJ-36-B-2246 (GJ-36-52246) ₹ 30,00,00 ટ્રક ડમ્પર GJ-02-XX-6442 ₹ 25,00,000 કુલ મુદ્દામાલ — ₹ 55,00,000 સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખાણ ખનિજ પ્રવૃત્તિ કરી તેનું વહન કરવા બદલ પોલીસે સ્થળ પરથી બે શખ્સોની ધરપકડ કરી છે.

૧. પૃથ્વિરાજસિંહ ભગવતસિંહ ઝાલા (રહે. કણકોટ, તા. વાંકાનેર) ૨. મહેન્દ્રભાઇ કાળુભાઇ મકવાણા (રહે. કણકોટ, તા. વાંકાનેર) પોલીસે હાલ તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે.


