BANASKANTHAPALANPUR

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ પાલનપુરનો માનવસેવા ભોજનનો રથયાત્રા બાદ ડીસા અને સિદ્ધપુર માટે ભોજન રથ શ્રી ગણેશ કરાયા જરૂરિયાત મંદ માટે આશીર્વાદરૂપ બનશે

8 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

સદભાવના ગ્રુપ ટ્રસ્ટ પાલનપુરનો માનવસેવા ભોજનનો રથયાત્રા બાદ ડીસા અને સિદ્ધપુર માટે ભોજન રથ શ્રી ગણેશ કરાયા જરૂરિયાત મંદ માટે આશીર્વાદરૂપ બનશે.પાલનપુરનાવૃદ્ધાશ્રમના વડીલોના આશિર્વાદ બાદ પ્રસ્થાન રથ કરાયો. છેલ્લા ૧૯ વર્ષથી લોકસેવામાં કાર્યરત ટ્રસ્ટ આગામી થી બે નવા શહેરોમાં નિઃશુલ્ક ભોજન સેવા શરૂ કરશે.બે વર્ષથી પાલનપુરમાં બે ટાઈમ શુદ્ધ ઘી સાથે કઢી-ખીચડી અને મીઠાઈનું થઈ રહ્યું છે વિતરણ.પાલનપુર પંથકમાં છેલ્લા ૧૯ વર્ષથી અવિરતપણે લોકસેવાના અનેકવિધ કાર્યો કરી રહેલા અગ્રેસર સામાજિક સંગઠન ‘સદભાવના ગ્રુપ ટ્રસ્ટ, પાલનપુર’ દ્વારા સેવાનો વ્યાપ વધારતા વધુ એક ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ટ્રસ્ટ દ્વારા આગામી ડીસા અને સિદ્ધપુર મુકામે બે નવીન ભોજન રથ કાર્યરત થવા જઈ રહ્યા છે, જેના શ્રીગણેશ રૂપે આજ રોજ પાલનપુર વૃદ્ધાશ્રમના વડીલોના પરમ પવિત્ર હસ્તે બંને નવીન ભોજન રથનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ મેળવીને આ સેવારથનું પૂજન કરવાનો ટ્રસ્ટનો આ નિર્ણય ઉપસ્થિત સૌ કોઈ માટે પ્રેરણાદાયી અને ભાવુક ક્ષણ બની રહ્યો હતો.
બે વર્ષથી ચાલે છે અન્નક્ષેત્રનો અવિરત સેવા યજ્ઞ
સદભાવના ગ્રુપ ટ્રસ્ટના માધ્યમથી પાલનપુરમાં છેલ્લા બે વર્ષથી ભોજન રથ દ્વારા અત્યંત પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દરરોજ બે ટાઈમ જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ નિઃશુલ્ક ભોજન પીરસાય છે. આ ભોજનની વિશેષતા એ છે કે તેમાં ગરમાગરમ કઢી-ખીચડી સાથે શુદ્ધ ઘી અને ડેરીના શુદ્ધ ઘીમાંથી જ બનાવેલી સ્વાદિષ્ટ મીઠાઈ પણ પીરસવામાં આવે છે. શુદ્ધ અને સાત્વિક ભોજનની આ જ પરંપરા હવે આગામી રવિવારથી ડીસા અને સિદ્ધપુરના આંગણે પણ શરૂ થશે, જે ત્યાંના ગરીબ, શ્રમિક અને હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગા-સંબંધીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.વડીલોના આશીર્વાદ સાથે સેવાનો વિસ્તાર.આજ રોજ યોજાયેલા ભોજન રથ પૂજનના આ પ્રેરક પ્રસંગે ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, “અમારો હેતુ સમાજનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન સૂવે તેવો છે. છેલ્લા ૧૯ વર્ષથી જનતાના સહયોગથી અનેકવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે. પાલનપુરની સફળતા બાદ હવે ડીસા અને સિદ્ધપુરમાં પણ વડીલોના આશીર્વાદ સાથે આ રથ સેવામાં જોડાઈ રહ્યા છે.”આજ ના આ પૂજન કાર્યક્રમ પ્રસંગે સદભાવના હરેશભાઈ ચૌધરી વૃદ્ધાશ્રમ ના પ્રમુખ પ્રકાશ ગાંધી,વૃદ્ધાશ્રમના વડીલો, ટ્રસ્ટના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સેવાભાવી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સદભાવના ગ્રુપ ટ્રસ્ટની આ માનવતાવાદી કામગીરીને હૃદયપૂર્વક બિરદાવી હતી.

Back to top button
error: Content is protected !!