મેઘરજ – ગેડ ગામ એ રસ્તાની સાઇડોમાં માટી કામ ને જગ્યાએ પથ્થર કામ કર્યું..!!! ખુલ્લે આમ ભ્રષ્ટાચાર આચરતા કોન્ટ્રાક્ટરો

અહેવાલ
અરવલ્લી – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ગેડ ગામ એ રસ્તાની સાઇડોમાં માટી કામ ને જગ્યાએ પથ્થર કામ કર્યું..!!! ખુલ્લે આમ ભ્રષ્ટાચાર આચરતા કોન્ટ્રાક્ટરો

સરકાર દ્વારા રોડ અને રસ્તાના નવીન તેમજ રીપેરીંગ કામો મંજૂર કરવામાં આવે છે વિવિધ રસ્તાઓ માટે લાખોથી લઈને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફારવવામાં આવે છે છતાં રસ્તાના કામોમાં વર્ક ઓર્ડર તેમજ એસ્ટિમેન્ટ પ્રમાણે કામકાજ થતા ન હોય તેવો ઘાટ આજે પણ જોવા મળી રહ્યો છે
અરવલ્લી જિલ્લામાં ખાસ કરીને ડામર રોડના કામોમાં દિવસ અને દિવસે ભ્રષ્ટાચાર સામે આવતો હોય તેવા અનેક દાખલાઓ અગાઉ પણ જોઈ ચૂક્યા છે અને ફરીથી આનું પુનરાવર્તન થતું હોય તો નવાઈ નહીં

વાત છે મેઘરજ તાલુકા ની અંદર તાલુકામાં સૌથી વધુ ડામરના રોડ બનાવવામાં આવ્યા હોય તેવી માહિતી સામે આવી છે પરંતુ આ રસ્તાઓમાં ક્યાંકને ક્યાંક એસ્ટિમેન્ટ પ્રમાણે પૂરેપૂરું કામ ન થયું હોય તેની પણ બૂમો ઊઠી છે. મેઘરજ તાલુકા ની અંદર નવાગામ ચોકડી થી ગેડ તરફ થોડા સમય પહેલા જ ડામર રોડ બનાવવામાં આવ્યો છે અને ડામર રોડ બનાવ્યા પછી ડામર રોડની બંને બાજુએ જે માટીકામ કરવાનું હોય છે જેની અંદર હાલ ભ્રષ્ટાચાર થતો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે માટી કામની જગ્યાએ ગામમાં જ આરસીસી રોડ તોડી ડસ્ટ તેમજ મોટા પથ્થરો રસ્તાની બંને બાજુ નાખીને માટીની જગ્યાએ પથ્થરો પાથર્યા હોય તેવું લાગી રહ્યું છે એટલે કહી શકાય કે માટી કામ ની જગ્યાએ પથ્થર કામ કર્યું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આ બાબતે જિલ્લા પંચાયત વિભાગમાં જવાબદાર અધિકારી સાથે પણ ટેલિફોનિક વાત કરવામાં આવી હતી અને તેમને જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય તપાસ કરીશું એવું પણ આશ્વાસન આપ્યું હતું હવે જોવાનું એ રહ્યું કે અધિકારી તપાસ કરશે કે પછી કોન્ટ્રાક્ટરોને બચાવશે.પરંતુ રસ્તા ના કામો લઈને આજે પણ અનેક સવાલો છે કે વારંવાર રોડ રસ્તા ના કામોની બૂમો ઊઠી છે છતાં જવાબદાર તંત્ર એ કેમ કોઈ કાર્યવાહી નથી કરતું માત્રને માત્ર જાગૃત નાગરિકો આશ્વાસન આપે છે કે જોઈ લેશું તપાસ કરી લેશું પછી શું થાય છે તેની કોઈજ માહિતી સામે આવતી નથી. ત્યારે આ રોડ રસ્તાની સાઈડમાં જે માટીકામની જગ્યાએ અલગ અલગ ડસ્ટ નાખવામાં આવે છે પથ્થરો સહિત ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય અને જવાબદારી સામે કાર્યવાહી કરવામાં આવી તેવી હાલ માંગ ઉઠી છે


