કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર દ્વારા સાઈકલ રેલી કાઢી સ્વચ્છતા સંદેશ આપ્યો..
ખીમાણા ગામેથી સ્વચ્છતા જાગૃતિ માટે સાઈકલ રેલીનું આયોજન..

કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર દ્વારા સાઈકલ રેલી કાઢી સ્વચ્છતા સંદેશ આપ્યો..
————————————–
ખીમાણા ગામેથી સ્વચ્છતા જાગૃતિ માટે સાઈકલ રેલીનું આયોજન..
————————————–
કાંકરેજ તાલુકાના ખીમાણા ગામ ખાતે ભારત સરકારના “સ્વછ ભારત મિશન”અંતર્ગત સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા આશયથી ૮ મી જૂન ૨૦૨૬ ના રોજ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.સોમવારે નીકળેલ રેલીમાં બનાસબેંક ના ચેરમેન ડાહ્યાભાઈ પીલીયાતર, બ.કાં.જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ દિનેશભાઈ ઠક્કર,થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,કાંકરેજ મામલતદાર ગૌતમ દરજી, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ખીમાણા તલાટી કમમંત્રી પરેશભાઈ ચૌધરી, કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટવર પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી સ્વચ્છ ભારત મિશન ક્લસ્ટર કો-ઓ.હિનાબેન ઠાકોર, બ.કાં.જિલ્લા પંચાયત અધ્યક્ષ પ્રધાનજી રાઠોડ સહીત ગામના યુવાનો,વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને આગેવાનો વિશાળ સંખ્યામાં સ્વચ્છતા એ માત્ર સરકારની જવાબદારી નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે તે સંદેશ સાથે સાઇકલ રેલીમાં જોડાયા હતા. સાઈકલ રેલી દરમિયાન “મારું ગામ-સ્વચ્છ ગામ”, “સ્વચ્છતા અપનાવો,રોગોથી બચાવો” અને “પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવો” જેવા સૂત્રો દ્વારા ગ્રામજનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.રેલી મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને લોકોમાં કચરો ન ફેંકવા,ભીના અને સૂકા કચરાનું અલગથી સંચાલન કરવા તેમજ જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530



