ARAVALLIMODASA

મોડાસા નાગરીક બેંક ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો દબદબો 13 ઉમેદવારો વિજેતા, પરિવર્તન પેનલ બે ઉમેદવાર જીત્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા નાગરીક બેંક ચૂંટણીમાં વિશ્વાસ પેનલનો દબદબો 13 ઉમેદવારો વિજેતા, પરિવર્તન પેનલ બે ઉમેદવાર જીત્યા

ઉત્તર ગુજરાતમાં સહકારી નાણાકીય સહકારી સંસ્થાઓમાં અગ્ર સ્થાન ધરાવતી મોડાસા નાગરીક સહકારી બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૧૫ બેઠકો માટેની ચૂંટણીમાં વિશ્વાસ અને પરિવર્તન પેનલના ઉમેદવારો વચ્ચે હાઇ પ્રોફાઇલ ચૂંટણીમાં બંને પેનલના ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું રવિવારે યોજાયેલ ચૂંટણીના મોડી રાત્રે જાહેર થયેલ પરિણામો માં વિશ્વાસ પેનલનો બહુમતીથી વિજય પ્રાપ્ત કર્યો હતો જોકે પરિવર્તન પેનલના ફક્ત બે ઉમેદવારો જીત્યા હતા મોડાસા નાગરિક સહકારી બેંકની ચૂંટણીના પગલે છેલ્લા સપ્તાહથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો વિશ્વાસ પેનલ વિજેતા જાહેર થતા ઉમેદવારો અને તેમના ટેકેદારોએ ફટાકડા ફોડી વિજયી ઉમેદવારોને ફુલહાર પહેરાવી મો મીઠા કરાવી વિજયોત્સવ મનાવ્યો હતો પરિવર્તન પેનલના ઉમેદવારો અને ટેકેદારોમાં સોંપો પડી ગયો હતો

મોડાસા નાગરિક સહકારી બેંકની રવિવારે મોડાસા કેળવણી મંડળ પરિસરમાં 15 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાઇ હતો જેમાં દર ચૂંટણી કરતા મતદાન વધારે નોંધાતા બંને પેનલમાં ભારે ઉચાટ ભરી સ્થિતિ પ્રવર્તી હતી બેંકના 10500 થી વધુ સભાસદો માંથી 5500થી વધુ સભાસદોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું રવિવારે મોડી રાત્રે હાથધરાયેલ મતગણતરી વિશ્વાસ પેનલના 13 ઉમેદવારો વિજયી બન્યા હતા.જેની સામે પરિવર્તન પેનલના એક પુરુષ અને મહિલા ઉમેદવાર વિજેતા બન્યા હતા ચૂંટણી પરિણામો બાદ વિજયી ઉમેદવારો એકી સૂરે જણાવ્યું હતું કે, છેલ્લા 64 વર્ષથી બેન્કના કુશળ વહીવટને જોઈને સભાસદોએ વિશ્વાસ પેનલને વિજયી બનાવતા મોડાસા નાગરિક બેન્કના તમામ સભાસદોનો આભાર માન્યો હતો

Back to top button
error: Content is protected !!