ARAVALLIBHILODAMODASA

ભિલોડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક મુદ્દે ધરણા, સરકાર સામે આંદોલનની ચીમકી

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડા ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક મુદ્દે ધરણા, સરકાર સામે આંદોલનની ચીમકી

અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે કોંગ્રેસ સમિતિના કાર્યકરો દ્વારા મોંઘવારી, બેરોજગારી અને પેપર લીક જેવા મુદ્દાઓને લઈને ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિવિધ પ્રશ્નોને લઈને વિરોધ નોંધાવ્યો હતો.

ધરણા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. બીજી તરફ, બેરોજગારીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે, જેના કારણે યુવાનોમાં નિરાશા જોવા મળી રહી છે. ઉપરાંત, ભરતી પરીક્ષાઓમાં પેપર લીક જેવી ઘટનાઓના કારણે મહેનત કરતા ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના નેતાઓએ સરકાર પાસે મોંઘવારી પર નિયંત્રણ લાવવા, યુવાનોને રોજગારીની પૂરતી તકો ઉપલબ્ધ કરાવવા તેમજ ભરતી પ્રક્રિયાઓને પારદર્શક અને વિશ્વસનીય બનાવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો સરકાર આ મુદ્દાઓ અંગે ગંભીરતાથી વિચારણા કરીને યોગ્ય કાર્યવાહી નહીં કરે તો કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી

Back to top button
error: Content is protected !!