ARAVALLIMODASA

અરવલ્લી : મોડાસામાં પ્રેમલગ્ન કરનાર યુવક પર હુમલાના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, સ્થળે લોકોના ટોળા ઉમટ્યા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : મોડાસામાં પ્રેમલગ્ન કરનાર યુવક પર હુમલાના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, સ્થળે લોકોના ટોળા ઉમટ્યા

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પ્રેમલગ્ન કરનાર યુવક પર થયેલા હુમલાના મામલે મોડાસા ટાઉન પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ગણતરીના સમયમાં જ કુલ 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.તપાસના ભાગરૂપે મોડાસા ટાઉન પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય ત્રણ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પોલીસ દ્વારા હુમલો કેવી રીતે કરવામાં આવ્યો હતો તે અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી ઘટના સ્થળે આરોપીઓને લાવવામાં આવતા સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી રાખવામાં આવી હતી.પ્રેમલગ્નના કારણે થયેલા હુમલાના આ કેસમાં પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને કાયદાનો પાઠ ભણાવવામાં આવે  તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!