HALVAD:હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં ‘વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર’ (VCE) ની ભરતી માટે અરજીઓ મંગાવાઈ







HALVAD:હળવદ તાલુકાની ૩ ગ્રામ પંચાયતોમાં ‘વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર’ (VCE) ની ભરતી માટે અરજીઓ મંગાવાઈ


રાણેકપર, મંગળપુર અને ધનાળા ખાતે પી.પી.પી. ધોરણે કમિશન આધારિત નિમણૂક મેળવવા માટે ધોરણ-૧૦ પાસ ઉમેદવારો આગામી ૭ દિવસમાં કરી શકશે અરજી
મોરબી જિલ્લા પંચાયત હેઠળની હળવદ તાલુકા પંચાયતમાં ઈ-ગ્રામ પંચાયતોના ડિજિટલ અને સુચારુ સંચાલન અર્થે તલાટી-કમ-મંત્રીના સહાયક તરીકે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે ખાનગી ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) ની સેવાઓ મેળવવા માટેની ઓપન ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હળવદ તાલુકાના રાણેકપર, મંગળપુર અને ધનાળા એમ કુલ ૩ ગામોમાં ખાલી રહેલી જગ્યાઓ પર કમિશન આધારિત મહેનતાણાથી પાત્રતા ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવાની થાય છે.
આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની લાયકાત ધોરણ-૧૦ પાસ અને કોમ્પ્યુટર અંગેનું બેઝિક જ્ઞાન (CCC ધરાવતા) હોવું ફરજિયાત છે. આ ભરતી અંગેની સત્તાવાર માર્ગદર્શિકા અને અરજી ફોર્મ મોરબી જિલ્લા પંચાયતની અધિકૃત વેબસાઈટ https://morbidp.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકાશે.
લાયકાત ધરાવતા રસ ધરાવતા સ્થાનિક ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૭ (સાત દિવસ) ની અંદર જ પોતાનું સંપૂર્ણ ફોર્મ ભરીને જે-તે સંબંધિત ગ્રામ પંચાયત ખાતે તલાટી-કમ-મંત્રીશ્રીને રૂબરૂમાં જમા કરાવવાનું રહેશે તેમ હળવદ તાલુકા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.


