
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાંસદા નેશનલ પાર્ક અને દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા “એક પેડ મા કે નામ 3.0” અભિયાન અંતર્ગત વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને કુલ 112 છોડનું રોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
વૃક્ષારોપણ કાર્યક્રમમાં પરીક્ષેત્ર વન અધિકારી હિના પટેલ અને ACF જેનીલ દેસાઈ સહિત વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉત્સાહભેર જોડાયા હતા. અધિકારીઓએ ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન સામે લડવા વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
વન વિભાગે આગામી ચોમાસામાં પણ હરિયાળી વધારવા અને પર્યાવરણ જતન માટે સતત પ્રયાસો ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




