AHAVADANG

વઘઈમાં ધારાસભ્ય વિજયભાઈ પટેલે કર્યું શ્રમદાન, સ્વચ્છતાનો આપ્યો સંદેશ

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

વઘઈ, તા. 10: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ચાલી રહેલા “સ્વચ્છતા સપ્તાહ” અંતર્ગત વઘઈ ખાતે વિશેષ સફાઈ અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય Vijaybhai Patelએ સ્વયં શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

તેમણે ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા. અભિયાન દરમિયાન મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને બજાર વિસ્તારમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી. સાથે જ “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!