કાલોલમાં ‘વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક અભિયાન અંતર્ગત સાંસદ રાજપાલસિંહ જાદવે ઉદ્યોગપતી સાથે કરી ચર્ચા.

તારીખ ૧૪/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે ‘વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક અભિયાન’ અંતર્ગત સાંસદ રાજપાલસિંહ જાદવે કાલોલની મુલાકાત લીધી હતી જેમાં કાલોલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયસિંહ રાઠોડ,કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,જીલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય,પુર્વ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર યોગેશભાઇ પંડ્યા,કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઇ પારેખ શહેર ભાજપ મહામંત્રી અલકેશગીરી ગોસાઈ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ અભિયાન હેઠળ સાંસદ જાદવે કાલોલ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના પ્રમુખ પ્રવિણભાઈ નિમાવતની સૌજન્ય મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ઉદ્યોગ ક્ષેત્રના વિકાસ, સ્થાનિક રોજગારીના સર્જન અને ‘આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં ઉદ્યોગકારોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે અર્થપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. અને સાંસદે કાલોલ વિસ્તારના ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગોને લગતા વિવિધ પ્રશ્નો અંગે પ્રવિણભાઈ નિમાવત પાસેથી મૂલ્યવાન સૂચનો પણ મેળવ્યા હતા.આ પ્રસંગે સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું કે, મોદી સરકારના 12 વર્ષમાં ઉદ્યોગમૈત્રી નીતિઓના કારણે દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી છે. MSME સેક્ટરને મળેલા પ્રોત્સાહનથી સ્થાનિક સ્તરે રોજગારીની તકો વધી છે. ત્યારે ભારત સરકાર આ ત્રણેય કેટેગરીના સેક્ટર દેશમાં રોજગારીનું સૌથી મોટું સર્જક છે.અને ‘આત્મનિર્ભર ભારત’માં મહત્વનો ભાગ ભજવે છે અને કાલોલ જેવા ઔદ્યોગિક વિસ્તારોનો વિકાસ એ જ વિકસિત ભારતનો પાયો છે જ્યાં‘વિશિષ્ટ વ્યક્તિ સંપર્ક અભિયાન’ હેઠળ સાંસદ રાજપાલસિંહ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સાથે મુલાકાત કરી સરકારની 12 વર્ષની વિકાસલક્ષી કામગીરી અને ભવિષ્યના રોડમેપ અંગે સંવાદ સાધવામાં આવી રહ્યો છે.








