BHUJGUJARATKUTCH

કચ્છના પ્રભારી મંત્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભુજ કેડીસીસી બેંક ખાતે ‘જનકલ્યાણ શિબિર’નો પ્રારંભ

રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત મહાનુભાવોના હસ્તે સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ લાભાર્થીઓને અપાયા

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ,તા -૧૪ જૂન : કચ્છ જિલ્લામાં પ્રભારી મંત્રી તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કેડીસીસી બેંક ભુજ ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ હતી. કેન્દ્ર સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ એક સ્થળે મળી રહે તે હેતુથી આ જન કલ્યાણ શિબિરનું આયોજન ભુજ નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૧૨ વર્ષના કાર્યકાળ દરમિયાન લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે અને માળખાગત સુવિધાઓનો વિકાસ થયો છે તેમ જણાવીને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લીધી હતી. રાજ્યમંત્રી લાભાર્થીઓની‌ સાથે રૂબરૂ મુલાકાત કરીને સરકાર ની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના વિવિધ વોર્ડના લાભાર્થીઓને યોજનાકીય લાભો અને હુકમોનું રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિત મહાનુભાવો દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના સ્ટોલ ખાતે નાગરિકોને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. નાગરિકોની સરકારની વિવિધ યોજનાઓની જાણકારી સંબંધિત વિભાગના અધિકારીઓએ આપી હતી.  આ જનકલ્યાણ શિબિર દરમિયાન લાભાર્થીઓને આયુષ્માન ભારત યોજના, આયુષ્માન વય વંદના યોજના, નમોશ્રી યોજના,પીએમજેએવાયમા યોજના, પીએમ સૂર્ય ઘર યોજના, પીએમ સ્વનિધિ યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ધ અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, મુખ્યમંત્રી લક્ષ્મી યોજના અને સરસ્વતી યોજનાનો લાભ સ્થળ પર જ વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, અગ્રણી ફલજીભાઈ ચૌધરી, દેવજીભાઈ વરચંદ,ધવલભાઈ શાહ, ભીમજીભાઈ જોધાણી, હિતેશભાઈ ખંડોર, મિત ઠક્કર, કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ, સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર નિશાબા જાડેજા, ભુજ ચીફ ઓફિસર સુશ્રી ટ્વિંકલ પટેલ સહિત કાઉન્સિલર, જિલ્લા અને તાલુકા પંચાયતના જનપ્રતિનિધિ ઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!