BANASKANTHAPALANPUR

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા સંચાલિત *સ્વ. સુધાબેન ઉમાકાન્ત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર* નાં પ્રથમ વર્ષની ઉજવણી

15 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા દ્વારા સંચાલિત *સ્વ. સુધાબેન ઉમાકાન્ત પંડ્યા તબીબી સાધન સહાય કેન્દ્ર* નાં પ્રથમ વર્ષની ઉજવણી કાર્યક્રમ *મુખ્ય મહેમાન શ્રી ગોપાલ દાસ શર્મા (જનરલ મેનેજર – હાઈફન ફૂડ પ્રા.લી અમદાવાદ)* ના વરદ હસ્તે દિપ પ્રાગટય તથા સન્માનીય તમામ દાતાશ્રીઓ નેં શિલ્ડ તથા પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં *વેસ્ટ જનરલ જોઈન્ટ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા, પ્રાંત મહામંત્રી શ્રી વિશ્વેષ જોષી*, બંને શાખાના પ્રાંત ઓફિસર શ્રીમતી યશસ્વી પંડયા, શ્રી કિરણ સોની, શ્રી અનિલ લીબાચીયા, પ્રમુખ શ્રી કુલીશભાઈ જોશી તથા લાલજીભાઈ જુંડાલ, મંત્રી શ્રી યજ્ઞેશ દવે તથા શ્રી રમેશભાઈ સોલંકી , તબીબી સાધન સહાય કેન્દ્ર નાં સંયોજક શ્રી ડૉ મિહિર પંડયા તથા સંસ્કાર સંયોજક શ્રીમતી યશસ્વી પંડ્યા, સંપર્ક કન્વીનર શ્રી મુકેશભાઈ મોઢ , મહિલા સહભાગીતા શ્રીમતી અનીતાબેન જાની, ટ્રસ્ટી શ્રી દિપકભાઈ ગુપ્તા તથા આમંત્રિત મહેમાનો અને સન્માનીય સભ્યો ની હાજર રહી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. છેલ્લા એક વર્ષમાં ૧૫૧ જેટલા લાભાર્થીઓને વિવિધ તબીબી સાધનો નજીવા ભાડાથી આપવામાં આવ્યા હતા, જે અંગે હાજર લાભાર્થીઓ એ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ નુ સુંદર સંચાલન શ્રી કિરણભાઈ સોની એ કર્યુ હતુ.

Back to top button
error: Content is protected !!