BANASKANTHAPALANPUR
જીવદયાનું અનોખું ઉદાહરણ – વાનર સેવા

18 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બાલારામ પાસે ધારમાતા જંગલ વિસ્તાર જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી દ્વારા પ્રાણીમાત્ર પ્રત્યે કરુણાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું ધારમાતા જંગલ વિસ્તારમાં રહેતા વાનરો માટે કેળા, કેરી, કાકડી જેવા ફળ-આહાર લઈ જઈ તેમને ભોજન કરાવવામાં આવ્યું. આ દ્વારા પ્રાણીમાત્ર પ્રત્યે સેવા ભાવ અને જીવદયાનો અમૂલ્ય સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો. સેવા કાર્યમાં સહભાગી મિત્રો ઠાકોરદાસ ખત્રી જીવદયા ફાઉન્ડેશન. રાહુલ લિંબાચીયા – મીડિયા ઇન્ચાર્જ, જિલ્લા ભાજપ યુવા મોરચો .દિનેશભાઈ શર્મા. ચેતનભાઈ દરજી ચિરાગભાઈ દરજી પરેશભાઈ દરજી . ઘનશ્યામભાઈ ખત્રી.અન્ય જીવદયા પ્રેમી સેવાભાવી મિત્રોઆ પુણ્યકાર્યમાં સહભાગી બની સૌએ *સેવાભાવ, જીવદયા અને ગૌસેવાનું ઉત્તમ ઉદાહરણ* પૂરું પાડ્યું.






