થરા ખાતે આવેલા જાગોસર તળાવ અને “મહારાણી નાયિકા દેવી ઉધાન” નું લોકાર્પણ કરાયું..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ જાગોસર તળાવ અને "મહારાણી નાયિકા દેવી ઉધાન" નું લોકાપર્ણ સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદીશ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુની પાવન નિશ્રા માં

થરા ખાતે આવેલા જાગોસર તળાવ અને “મહારાણી નાયિકા દેવી ઉધાન” નું લોકાર્પણ કરાયું..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા નગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ જાગોસર તળાવ અને “મહારાણી નાયિકા દેવી ઉધાન” નું લોકાપર્ણ સમસ્ત ભરવાડ સમાજની ગુરૂગાદીશ્રી ઝાઝાવડા ગ્વાલીનાથ જગ્યાના પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રીશ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર મહંતશ્રી ઘનશ્યામપુરીજીબાપુ ગુરૂશ્રી શિવપુરીજીબાપુની પાવન નિશ્રા માં ડીસા ધારાસભ્ય એવમ ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણભાઈ માળીના હસ્તે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેટ માજીરાજવી એવમ પાલિકા પુર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,ચીફ ઓફિસર બાબુભાઈ જોષી,કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ, પ્રમુખ ચેતનાબેન સોની,કાર્યકારી પ્રમુખ નીતાબા વાઘેલા,પૂર્વપ્રમુખ ભારતીબેન અખાણી,પૂર્વઉપ પ્રમુખ વસંતજી ઘાંઘોસ,પૂર્વ ઉપ પ્રમુખ નૈષદભાઈ શાહ,ઓગડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન ઠાકોર,ઓગડ વિદ્યા મંદિર ના પ્રમુખ ધિરાજકુમાર શાહ, માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ,વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણી,થરા શહેર ભાજપ પૂર્વપ્રમુખ કનુભાઈ ઠક્કર,ભુપેન્દ્રસિંહ પરમાર,શની ઠાકોર ભુવાજી સહીત કોર્પોરેટરો,સામાજિક-રાજકીય આગેવાનો, પદાધિકારીઓ, વહેપારીઓ અને સ્થાનિક લોકો ની ઉપસ્થિતમા શાસ્ત્રીજી રાધવેન્દ્ર કાંતિભાઈ જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે રીબીન કાપી લોકાર્પણ કર્યું હતું. CO બાબુભાઈ જોષીએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.જાગોસર તળાવનો ભવ્ય ઈતિહાસ અને અલૌકિક જનારો જોવા મળ્યો હતો.જેમાં રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળતું જાગોસર તળાવનો નજરો માણવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. શિવ પ્રતિમા આકર્ષણ નું કેન્દ્ર બન્યું હતું.થરા સ્ટેટ માજીરાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા આ તળાવનું નિર્માણ કરવામાં આવેલ તળાવમાં પાણી ભરાતા ગામ લોકોને પીવાનો અને સિંચાઈ માટે ઉપયોગમાં આવતું હતું વર્ષો સુધી પંચાયતો આવી અને નગર પાલિકાઓ આવી ત્યારે મારા મોટાભાઈ સ્વ.મૂળરાજસિંહ વાઘેલા પ્રમુખ બન્યા ત્યારે તેઓએ થોડો ઘણો ડેવલોપ કરેલ અને હું પ્રમુખ બન્યો ત્યારે મારા મગજમાં થરા નગરના આ જાગોસર તળાવ એક ઐતિહાસિક છે અને અહીં બહોળો વિકાસ કરી સરસ તળાવ અને એક અતિ સુંદર ગાર્ડન બનાવવો ત્યારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ ની આગવી ઓળખ હેઠળની ગ્રાન્ટ માંથી સાડા ચાર કરોડ કરોડ રૂપિયાની ગ્રાન્ટ તળાવ માટે મળેલ સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજનામાં ભુપેન્દ્રભાઈ પટેલ અને અમારા શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા દ્વારા અમને ચાર કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવી અને સાડા ચાર કરોડના ખર્ચે તળાવનો વિકાસ કર્યો તેવી જ રીતે હમણાં ૨૦૨૫/૨૦૨૬ ની ગ્રાન્ટમાં મુખ્ય મંત્રીની યોજનામાં બગીચો એટલે કે ગાર્ડન ડેવલોપ માટે પણ અમો અરજી કરેલ ત્યારે ચાર કરોડ રૂપિયાની માતબર રકમ મુખ્યમંત્રી દ્વારા કિર્તીસિંહ વાઘેલાની ભલામણથી બગીચા નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ એ ગ્રાન્ટ દ્વારા આ બગીચાનો અને “મહારાણી નાયકા દેવી ઉદ્યાન”નું લોકાર્પણ કરી લોકોને આપેલું વચન પૂરું કર્યું તેનું મને અને મારી બોડીને (તમામ કોર્પોરેટરો) ને ગૌરવ છે. ઓડિટર હિતેષભાઈ મોચી એ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૫/૨૦૨૬ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ આગવી ઓળખ હેઠળ અંદાજે રૂપિયા ચાર કરોડની સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટ માંથી જાગોસર તળાવ પાસે ગાર્ડન અને એમ્યુઝમેન્ટ પાર્ક “મહારાણી નાયિકા દેવી ઉધાન” નિર્માણ પામ્યું છે.તળાવની કાયાપલટ થઈ ગઈ છે અને હવે એક મીની કાંકરિયા તળાવનો નજરો જોવા મળે છે જેમાં બાળકો માટે હીંચકા રમતગમત સાધનો અને વિવિધ પ્રકારનાં સ્ટેચ્યુ તેમજ બાગ બગીચા સાથે સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરાથી સજ્જ અને સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલ છે.આ પ્રસંગે ઉપસ્થિત લોકોને ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારો દ્વારા ભવ્ય સંસ્કૃતિ ડાયરાનું આયોજન કરવામાં આવેલ ત્યારે લોક સાહિત્યકાર દીપકભાઈ જોશીએ જાગોસર તળાવનો ઈતિહાસ રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. જાગોસર તળાવ એક પર્યટક સ્થળ તરીકે પણ ઓળખવામાં આવે તો નવાઈ નહીં.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530







