MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી




MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

“Yoga for Healthy Ageing” થીમ સાથે મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં નાગરિકોએ કર્યો યોગાભ્યાસ

કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના કોલકાત્તા ખાતેના તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માણસા ખાતેના યોગ દિવસ અંતર્ગતના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
તા. ૨૧ જૂન, દેવ ફાર્મ એસ પી રોડ મોરબી ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી કરવામાં હતી.

“Yoga for Healthy Ageing” થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારીઅધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.
યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો, અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને માનસિક એકાગ્રતા જેવા વિષયો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ માત્ર યોગાભ્યાસ પૂરતો મર્યાદિત ન રહી પરંતુ સમાજના તમામ વર્ગોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ફિટ ઇન્ડિયાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ ફેલાયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા નિરોગી, સક્રિય અને સશક્ત જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ માં લોકસભા ના માનનીય સાંસદ શ્રી પરસોતમ ભાઈ રૂપાલા, ધારાસભ્ય શ્રી દુર્લભજી ભાઈ દેથરીયા, મહાનગરપાલિકાના મેયર શ્રી ,ડેપ્યુટીમેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ,દંડક શ્રી વિવિધ વોર્ડના કોર્પોરેટર શ્રી તેમજ મનપાના કમિશનર મેડમ શ્રી ડેપ્યુટી કમિશનર શ્રી મોરબી મહાનગરપાલિકાના કર્મચારી, સ્ટાફ તથા વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ પોલીસ જવાનો સ્ટાફ ની વિશેષ ઉપસ્થિતિ સાથે જાહેર જનતાના નાગરિકો વગરે સહભાગી થયા હતા.



