રોહિત નગર પ્રા. શાળા થરા ખાતે વિશ્વયોગ દિનની ઉજવણી કરાઈ..
રોહિત નગર પ્રાથમિક શાળામા આચાર્ય કુલદીપભાઈ ઠક્કર ની ઉપસ્થિતિમા વિશ્વ યોગ

રોહિત નગર પ્રા. શાળા થરા ખાતે વિશ્વયોગ દિનની ઉજવણી કરાઈ..
સમગ્ર ભારતમાં આજે ૨૧ જુન ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલ રોહિત નગર પ્રાથમિક શાળામા આચાર્ય કુલદીપભાઈ ઠક્કર ની ઉપસ્થિતિમા વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. યોગ સાધક શૈલેષભાઈ ઘેલાએ યોગ નિદર્શન અને પ્રાયોગિક કરાવી યોગનું જીવનમાં સુ મહત્વ છે તેની સમજણ આપી યોગના ફાયદા વિશે જણાવ્યુ હતુ કે ભારતે વિશ્વને યોગના રૂપે એક અનોખી ભેટ આપી છે. યોગના લિધે તન અને મનની શુધ્ધિ થાય છે. આપણા ઋષિ મુનીઓનો મહાન પરંપરાનો આજે દુનિયા ના દરેક દેશે સ્વીકાર કર્યો છે.જે આપણા માટે ગર્વની વાત છે.આમ યોગ કરવાથી શરીરની તંદુરસ્તી તેમજ સ્વાસ્થય જળવાઇ રહે અને મન પણ પ્રફુલ્લિત રહે છે.ત્યારે SMC સભ્યો સહીત વાલીગણ અને વિધાર્થીઓ જોડાયા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530





