પીએમશ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ ની શાનદાર ઉજવણી કરાઈ..
થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર બાબુભાઈ જોષી,માર્કેટયાર્ડ ના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણીની વિશેષ ઉપસ્થિતિ મા

પીએમશ્રી થરા અનુપમ પે.કેન્દ્ર શાળા નં.-૨ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ ની શાનદાર ઉજવણી કરાઈ..
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં આવેલ પીએમશ્રી થરા અનુપમ પે.કે.શાળા નં.-૨ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૬ થરા સ્ટેટમાજી રાજવી એવમ નગર પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને ચીફ ઓફિસર બાબુભાઈ જોષી,માર્કેટયાર્ડ ના વાઈસ ચેરમેન કિરીટભાઈ અખાણીની વિશેષ ઉપસ્થિતિ મા આજ રોજ તા.૨૪/૦૬/૨૦૨૬ ને બુધવાર ના રોજ સવારે યોજાયો હતો.ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ.શાળાની બલિકાઓએ સ્વાગતગીત દ્વારા તથા શાળાના આચાર્ય બિંદેશ્વરીદેવી એન. ઝાલાએ શાબ્દિકશબ્દો દ્વારા મહેમાનોને આવકાર્યા હતા.ધો.- ૧ માં ૧૧ અને બાલવાટિકામાં ૬૧ એમ ટોટલ ૭૨ બાળકોને કંકુ તિલક કરી અધ્યક્ષ,ચીફ ઓફિસર,કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા,અમરતભાઈ દેસાઈ, ભુપતભાઈ ગોહિલ,ઓડિટર હિતેષભાઈ મોચી,થરા શહેર ભાજપ મહામંત્રી રાઘવેન્દ્ર જોષી,પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,વકીલ મુકેશભાઈ બુકોલીયા, સામાજિક કાર્યકર ગેનાજી તેરવાડીયા,GKTS થરા શહેર પ્રમુખ રંગાજી ઠાકોર ની ઉપસ્થિતિમાં પ્રવેશ આપવામાં હતો.વર્ષ ૨૦૨૫/૨૬ મા આ શાળામા ધો.૩ થી ૮ મા પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ૭ વિધાર્થીઓ,જ્ઞાન સાધના મેરીટ માં-૧૬,NMMS ની પરીક્ષામા ઉતીર્ણ-૩૧,CET ધો.-૫ મા ૧૪ એમ ટોટલ ૬૮ વિધાર્થીઓને પ્રોત્સાહિ ઈનામ દ્વારા શાળા પરિવારે સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા અધ્યક્ષે જણાવ્યું હતું જણાવ્યું કે,વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં તેમના મુખ્ય મંત્રી કાર્યકાળ દરમ્યાન ૨૦૦૨- ૨૦૦૩ ના વર્ષમાં શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવના આજે ૨૩ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.નરેન્દ્રભાઈ મોદીના શિક્ષણ માટે ના અભિગમથી ગુજરાત રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થયો.શાળા પ્રવેશોત્સવથી છેવાડાના ગામડાઓથી લઈને શહેરો સુધી શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પરિવર્તન આવ્યું છે. ગુજરાત રાજ્યના મંત્રીઓ અને અધિકારીઓ છેવાડાના ગામડા માં પહોંચીને બાળકોને શાળામાં પ્રવેશ કરાવે છે જેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો સતત ઘટતો ગયો છે.વર્ષો પહેલા દીકરીઓ અધ વચ્ચેથી અભ્યાસ છોડી મૂકતી હતી તે દીકરીઓને ઘર આંગણે શિક્ષણ પુરૂ પાડવાનું કામ રાજ્ય સરકાર દ્વારા કરાયું છે.રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ અમલી બનાવી અને છેવાડાના વ્યક્તિ સુધી મફત શિક્ષણ પહોંચાડ્યું છે.અત્યારે ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી સરકારીસેવાઓમાં જોડાયા છે જેનાથી તેમના પરિવાર ને પણ સમાજમાં મોભાનું સ્થાન મળ્યું છે.વિધાર્થીઓને શિક્ષણ સાથે સંસ્કાર આપવા જોઈએ તથા યોગ,પ્રાણાયમ,ધ્યાન લગાવવું જોઈએ.વાલીઓને ટકોર કરતા જણાવ્યું કે વિધાર્થીઓને મોબાઈલ ની જગ્યાએ હૂંફ અને ભણવા માટે પ્રેરિત કરવા જોઈએ.આ શાળા ના અંદાજીત ૭૬૧ બાળકોને આચાર્ય બિંદેશ્વરીદેવી ઝાલા સહિત સમગ્ર શાળા સ્ટાફ પરિવાર બાળકો નું ઘડતર કરશે. વાલીઓને પણ આ શાળાના સ્ટાફગણ પ્રત્યે અઢળક વિશ્વાસ હશે ત્યારે આ શાળામાં પ્રવેશ લેતા હશે.શાળાની શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખી રાજ્ય પરીક્ષા બોર્ડ,ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા “અભિનંદન પત્ર” થી સન્માનિત કરેલ જે ગૌરવ લેવા જેવી બાબત છે.આ પ્રસંગે એસ.એમ. સી.અધ્યક્ષ મંજુલાબેન રાજપુરોહિત,પ્રો. સભ્ય યાસ્મિનબેન મોરવાડીયા, મધ્યભોજન સંચાલક મંગળભાઈ પરમાર સહિત સમગ્ર શાળા પરિવાર અને સભ્યો હાજર રહેલ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષક ઠાકોર નાગજીજી હમીરજી આભાર વિધિ સેમાભાઈ ચૌધરી એ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦






