કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ -2026

25 જૂન જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી સંસ્કાર મંડળ રામપુરા સંચાલિત મહંતશ્રી કે ડી આદર્શ હાઈસ્કૂલ રામપુરા માં “”કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ -2026/27 યોજવામાં આવ્યો હતો. કેળવણી ના પવિત્ર મહોત્સવ માં શ્રી સંસ્કાર મંડળ રામપુરા ના પ્રમુખ પ. પૂ. મહંતશ્રી 1008 રૂપપુરીજી મહારાજ તથા શાળાના મેનેજીંગ ટ્રસ્ટી સુશ્રી નિર્મલપુરીજી માતાજીના આશીર્વાદ અને પ્રેરક ઉપસ્થિતિ માં ધોરણ -09 અને ધોરણ -11 માં -222 દીકરીઓ તથા 254 ભાઈઓ એમ કુલ – 476 વિધાર્થીઓને નવીન પ્રવેશ આપવામાં આવ્યો. આ શુભ પ્રસંગે ગુજરાત સરકારના પ્રતિનિધિ અને ક્લાસ -01 ઓફિસર માન. સાહેબશ્રી શ્રીમાન જયેશભાઇ બી પટેલ. જોઈન્ટ સેક્રેટરી અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપારમેન્ટ-ગાંધીનગર તથા રાજ્યસભાના પૂર્વ સંસદ દિનેશભાઈ અનાવાડીયા તથા મોટી સઁખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી તથા તમામ મહેમાનોનું શાળાની દીકરીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત દ્વારા સ નવીન પ્રવેશ મેળવનાર તમામ બાળકોને કકું તિલક, મોં મીઠુ કરાવી તથા અભ્યાસ માં ઉપયોગી સાહિત્યની કિટનું મહેમાનો ના હસ્તે વિતરણ કરી સ્વાગત કરવામાં આવ્યું. જ્ઞાનસાધના તથા NMMS જેવી વિશિષ્ટ પરીક્ષાઓ પાસ કરનાર બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. બાળકો કે જે ધોરણ -08 માં અભ્યાસ કર્યા પછી બિલક શાળાના પ્રમુખશ્રી પ. પૂ રૂપપુરીજી મહારાજ તથા મેનેજીંગ ટ્રસ્ટી પ. પૂ નિર્મલપુરીજી માતાજી દ્વારા “દતક યોજના ” અંતર્ગત દતક લઈને 12- દીકરીઓ ને ગણવેશ, ચોપડા કે અન્ય કોઈ પણ પ્રકારના ભણવાના ખર્ચ માટે સહયોગ આપવાની જાહેરાત કરીને કેળવણી ના આ સેવાજ્ઞન ને સાચા અર્થમાં સાર્થક,વિશિષ્ટ અને અનોખો બનાવી સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે સંચાલક મંડળ ના સભ્યશ્રીઓ ગીરીશભાઈ દેસાઈ, થાનાજી હરિયાળ, જયેશભાઈ દેસાઈ, રામજીભાઈ દેસાઈ, જગમાલભાઈ દેસાઈ, ડો જગદીશભાઈ ઠક્કર,તથા આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ,વાલીશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શાળાના કર્મચારી મિત્રો દ્વારા સખત મહેનત કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં મહેમાનોના હસ્તે ” વૃક્ષારોપણ “કરવામાં આવ્યું હતું તથા સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.



