ARAVALLIMEGHRAJMODASA

મેઘરજમાં મેઘ મહેરબાન , કસાણા, વડથલી, રોયણીયા, રામગઢીમાં વરસાદ – ખેડૂતોમાં ખેતીની આશા બંધાઈ .!!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં મેઘ મહેરબાન , કસાણા, વડથલી, રોયણીયા, રામગઢીમાં વરસાદ – ખેડૂતોમાં ખેતીની આશા બંધાઈ .!!!

મેઘરજ: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં શનિવારે સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ શરૂ થયેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.તાલુકાના રામગઢી અને રાજપુર ગામોમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે રોયણીયા, કસાણા અને વડથલી સહિતના વિસ્તારોમાં પણ સારા વરસાદી ઝાપટાં નોંધાયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીની લાગણી જોવા મળી હતી. ખેતરોમાં ભેજ વધતા વાવણીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદના આગમનથી સમગ્ર વિસ્તારમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને આગામી દિવસોમાં પણ સારો વરસાદ પડે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!