MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ: ચોમાસામાં નાગરિકોની સુવિધા માટે તંત્ર સજ્જ

 

MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી યુદ્ધના ધોરણે શરૂ: ચોમાસામાં નાગરિકોની સુવિધા માટે તંત્ર સજ્જ

 

આગામી ચોમાસાની ઋતુ દરમિયાન મોરબી શહેરના નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે મોરબી મહાનગરપાલિકા એક્શન મોડમાં આવી ગઈ છે. યુવા અને ઉત્સાહી મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણી અને તેમની સમગ્ર ટીમ દ્વારા શહેરમાં પ્રિ-મોન્સૂન (ચોમાસા પૂર્વેની) કામગીરી પૂરજોશમાં અને યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.


શહેરમાં ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ન સર્જાય તે માટે અત્યારથી જ આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે. મેયરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા રાત-દિવસ જોયા વગર સઘન કામગીરી કરવામાં આવી રહી છે.
મુખ્ય કામગીરીની હાઇલાઇટ્સ:સફાઈ અને ડી-સિલ્ટિંગ: શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા નાના-મોટા નાળા, હોકરા તેમજ વરસાદી પાણીના નિકાલના મુખ્ય માર્ગોની સફાઈ અને તેમાંથી કચરો તેમજ માટી કાઢવાની (ડી-સિલ્ટિંગ) કામગીરી વેગીલી બનાવવામાં આવી છે. ગટર લાઈનોની સફાઈ: ભૂગર્ભ ગટરો અને ચોક-અપ થયેલી લાઈનોને આધુનિક મશીનરી દ્વારા સાફ કરવામાં આવી રહી છે જેથી વરસાદી પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે. જે વિસ્તારોમાં નિકાલ વ્યવસ્થા નબળી હતી અથવા માર્ગો તૂટેલા હતા, ત્યાં તાકીદે મરામત અને રિપેરિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે.
મેયરશ્રી ઉત્તમભાઇ સુરાણીનો સંદેશ‌ મોરબીના નાગરિકોની સુખાકારી અને સલામતી એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ચોમાસામાં ક્યાંય પણ પાણી ભરાવવાની કે ગંદકીની સમસ્યા ન થાય તે માટે અમારી ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર સતત કાર્યરત છે. અમે મોરબીને સુરક્ષિત અને સુવિધાજનક રાખવા માટે કટિબદ્ધ છીએ

Back to top button
error: Content is protected !!