ARAVALLIBHILODAMODASA

ભિલોડામાં અરવલ્લી જિલ્લા બ્રહ્મસમાજનો રાજય કક્ષાનો વિશેષ સ્નેહમિલન, સન્માન સમારો યોજાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડામાં અરવલ્લી જિલ્લા બ્રહ્મસમાજનો રાજય કક્ષાનો વિશેષ સ્નેહમિલન, સન્માન સમારો યોજાયો

શ્રી સમસ્ત અરવલ્લી જિલ્લા બ્રહ્મસમાજ (ગુજરાત રાજય કક્ષા)ની રાહબરી હેઠળ આજે ૨૮મી જૂન ૨૦૨૬, રવિવારના રોજ ભિલોડામાં શ્રી રામકુમાર છાત્રાલય પરીસરમાં વિશેષ બેઠક, સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો હતો. “એક સમાજ… સર્વશ્રેષ્ઠ સમાજ…” ના સુત્રને સાર્થક કરવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમમાં બ્રહ્મસમાજના ઉત્થાન, સંગઠન શક્તિ અને આગામી સામાજિક પ્રકલ્પો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.ભૂદેવોએ સંગઠન મજબૂત બનાવવા સંદર્ભે વિશેષ ભાર મૂક્યો હતો

ભગવાન પરશુરામજી અને હર હર મહાદેવના જય ઘોષ સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો.

શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ ધ્વારા સંચાલિત શ્રી રામકુમાર છાત્રાલય, ભિલોડામાં સવારે ૦૯:૦૦ કલાકે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો.ભગવાન પરશુરામજી અને હર હર મહાદેવના જયઘોષ સાથે દીપ પ્રાગટ્ય કરીને બેઠકની શરૂઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ, ગુજરાત રાજય કક્ષાના પ્રમુખ ડો. અશ્વિનભાઈ ત્રિવેદી, ડો. યજ્ઞેશભાઈ દવે, અતુલભાઈ દિક્ષિત, ભરતભાઈ વ્યાસ, દિનેશભાઈ રાવલ, જિલ્લા પ્રમુખ અતુલભાઈ મહેતા, ઉપ પ્રમુખ જીતકુમાર ત્રિવેદી, પ્રશાંતભાઈ જોષી, ભદ્રેશભાઈ ઉપાધ્યાય, મહામંત્રી શશીકાન્તભાઈ ભટ્ટ, હિમાંશુભાઈ વ્યાસ, સમારંભ અધ્યક્ષ મુકેશભાઈ ત્રિવેદી (સરપંચ, ભિલોડા ગ્રામ પંચાયત), ડો. ગુંજનકુમાર પંડયા, રાજેશકુમાર જી. ત્રિવેદી, હર્ષદભાઈ એમ. ત્રિવેદી, જીગરભાઈ ત્રિવેદી, સાગરકુમાર જોષી સહિત સમસ્ત બ્રહ્મ સમાજના સર્વે સામાજિક આગેવાનો સહિત સમગ્ર જિલ્લાભરમાંથી તેમજ આસપાસના અનેકવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભૂદેવો ભિલોડામાં ઉમટયા હતા.

સ્નેહમિલન સાથે સામુહિક બ્રહ્મભોજન યોજાયું

બેઠકમાં સામાજિક ચર્ચાઓ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો માટે સામુહિક બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં તમામ ભૂદેવોએ સહપરિવાર એક સાથે બેસીને પરસ્પર સ્નેહભાવ પૂર્વક ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સમસ્ત અરવલ્લી જિલ્લા બ્રહ્મસમાજના હોદ્દેદારો અને સ્થાનિક યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!