ARAVALLIMODASA

અરવલ્લી જિલ્લાના જળાશયોમાંથી ખેડૂતોના હિતમાં તાત્કાલિક સિંચાઈ માટે પાણી છોડવા બાબતે MLA ધવલસિંહ ઝાલાની કલેક્ટરને રજૂઆત 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લાના જળાશયોમાંથી ખેડૂતોના હિતમાં તાત્કાલિક સિંચાઈ માટે પાણી છોડવા બાબતે MLA ધવલસિંહ ઝાલાની કલેક્ટરને રજૂઆત

અરવલ્લી જિલ્લામાં હાલમાં વરસાદની અછતને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જિલ્લાના ખેડૂતો દ્વારા મગફળી સહિત વિવિધ પાકોના મોંઘા ભાવના બિયારણની ખરીદી કરી, જમીનની ખેડ, વાવણી તેમજ ખાતર અને દવાઓ પાછળ નોંધપાત્ર ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ સમયસર વરસાદ ન થતાં પાક સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની શક્યતા ઉભી થઈ છે. અરવલ્લી જિલ્લાના ઉપલબ્ધ જળાશયો અને સિંચાઈ યોજનાઓમાંથી ખેડૂતોના હિતમાં તાત્કાલિક પાણી છોડવાની કાર્યવાહી કરવામાં આવે તથા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી ખેડૂતો સુધી પૂરતું સિંચાઈનું પાણી પહોંચે તે માટે યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવે.ખેડૂતો લાચાર ન બને, તેમનો ઉભો પાક બચી રહે અને તેમને આર્થિક નુકસાનમાંથી રાહત મળે તે હેતુથી આ બાબતે તાત્કાલિક હકારાત્મક કાર્યવાહી કરવા સાથે ખેડૂતોના હિતને ધ્યાને રાખી પાણી છોડવા બાબતે કલેક્ટર ને લેખિત રજુઆત કરવામાં આવી

Back to top button
error: Content is protected !!