ચાર દિવસ બાદ પૂરમાં તણાઈ ગયેલ મહિલાની ડેડબોડી મળી આવી, પરિવાર અને ગામમાં શોકની લાગણી,

ચાર દિવસ બાદ પૂરમાં તણાઈ ગયેલ મહિલાની ડેડબોડી મળી આવી, પરિવાર અને ગામમાં શોકની લાગણી,

વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા સાગબારા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કોલીવાડા (બોગજ) ગામની રહેવાસી ઊર્મિલાબેન રમેશભાઈ વસાવા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આવેલા અચાનક પૂરમાં તણાઈ ગયા હતા. ઘટનાના ચાર દિવસ બાદ આજે તેમની ડેડબોડી ઘાટોલી ગામના સ્મશાન પાસે નીચાણના વિસ્તારમાં મળી આવી છે.
માહિતી મળતા સ્થાનિક લોકો, પોલીસ તેમજ NDRFની ટીમ તેમજ સંબંધિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું. જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
આ દુઃખદ ઘટનાથી કોલીવાડા (બોગજ) સહિત આસપાસના વિસ્તારોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગ્રામજનોએ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
વરસાદી મોસમ દરમિયાન નદીઓ અને વહેણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં
આવી છે.



