
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસાની શ્રી હિંગળાજ ક્રેડિટ કોઓ મંડળીનો રજતજયંતિ મહોત્સવ આંબેડકર હોલ ખાતે ઉત્સાહભેર ઉજવાયો..

મોડાસાની નામાંકિત ગુજરાત ભરમાં એક માત્ર ભાવસાર સમાજની શ્રી હિંગળાજ કો-ઓપરેટીવ બેંકની સ્થાપનાન ૨૫ વર્ષ પૂર્ણ થયે રજતજયંતિ મહોત્સવનું ભવ્ય આયોજન ડો બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવેલ રજત જયંતિ સમારોહ અને સ્મરણિકા( સોવેનિયર) વિમોચનના ઉદ્ઘાટક તરીકે ગુજરાત ભાવસાર સમાજના પ્રમુખ અને પ્રખર ધારાશાસ્ત્રી ગીરીશભાઈ ભાવસાર તેમજ અન્ય આમંત્રિત મહેમાનોમા અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ ઉપાધ્યક્ષ પ્રજ્ઞેશ ગાંધી ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ કનુભાઈ પટેલ મોડાસા નાગરિક સહકારી બેંકના નવનિયુક્ત ચેરમેન ડો કિરીટભાઈ શાહ સર્વોદય સહકારી બેન્કના એમડી ડો વસીમ સુથાર એમ્સ હોસ્પિટલના ડો મનીષ પટેલ અમદાવાદના ઉદ્યોગપતિ કૌશિકભાઈ ભાવસાર ઉપસ્થિત રહેલ હતા
આ પ્રસંગે મંડળીના ઉત્સાહી ચેરમેન જગદીશભાઈ ભાવસારે 25 વર્ષના સફરની ઉતરોતર પ્રગતિની સવિસ્તાર માહિતી આપેલ તેઓએ મંત્રીના સ્થાપક ચેરમેન કિશોરભાઈ ભાવસાર અને પછીના ચેરમેન સુરેન્દ્રભાઈ ભાવસારને સન્માનિત કરેલ મંડળીના વાઇસ ચેરમેન મેહુલ ભાવસાર અને ઉત્સાહી એમ ડી હિમાંશુ ભાવસારે કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉઠાવેલ હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેકી ભાવસારે કરેલ મંડળીના વર્તમાન ડિરેક્ટરોમાં પ્રકાશભાવસાર( પ્રમુખ મોડાસા પ્રદેશભાવસાર સમાજ) વિનોદ ભાવસાર( પત્રકાર) અનિલ ભાવસાર પ્રકાશ ભાવસાર (પ્રકાશ પ્રિન્ટિંગ પ્રેસ) વિશ્વાસ ભાવસાર હેમંત ભાવસાર મીનાબેન ભાવસાર ભાવસાર મંડળીના મેનેજર કમલેશ ભાવસાર સિદ્ધાંત ભાવસાર સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવવા બનાવવામાં સુંદર સાથ સહકાર આપ્યો હતો




