ARAVALLIDHANSURAMODASA

અરવલ્લી : ધનસુરાના ખિલોડીયા ગામમાં તસ્કરોનો આતંક, ખેડૂતના ફાર્મમાંથી ₹ 85 હજારના ડ્રિપ રોલની ચોરી CCTV સામે આવ્યા 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ધનસુરાના ખિલોડીયા ગામમાં તસ્કરોનો આતંક, ખેડૂતના ફાર્મમાંથી ₹ 85 હજારના ડ્રિપ રોલની ચોરી CCTV સામે આવ્યા


અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ખિલોડીયા ગામમાં તસ્કરોનો આતંક સામે આવ્યો છે. ગામમાં આવેલ ગાયત્રી ફાર્મને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ અંદાજે ₹85 હજારની કિંમતના ડ્રિપના રોલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી વિસ્તારના ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.ચોરીની સમગ્ર ઘટના ફાર્મમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં ત્રણ શખ્સો ફાર્મમાં ઘૂસી ડ્રિપના રોલની ચોરી કરતા સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે. ફૂટેજના આધારે પોલીસ તસ્કરોની ઓળખ મેળવવાના પ્રયાસો કરી રહી છે.આ બનાવ અંગે ભોગ બનનાર ખેડૂત જયંતીભાઈ પટેલે ધનસુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.તાજેતરમાં ખેતીના સાધનો અને સિંચાઈ માટેના સાધનોની ચોરીના બનાવોમાં વધારો થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિક લોકોએ પોલીસ તંત્રને તસ્કરોને ઝડપથી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.

Back to top button
error: Content is protected !!