ANANDANAND CITY / TALUKO

આણંદ મેમણ જમાત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય ઈનામ વિતરણ સમારોહ યોજાયો

*આણંદ મેમણ જમાત દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ભવ્ય ઈનામ વિતરણ સમારોહ યોજાયો

તાહિર મેમણ – આણંદ – 29/08/2028 –

આણંદ મેમણ જમાત દ્વારા રવિવાર, તા. 28 જૂનના રોજ ધીરજલાલ શાહ ટાઉનહોલ ખાતે ધોરણ 1 થી 12 સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ભવ્ય ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડૉ. અ. વાહીદ હાસમાણી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિશિષ્ટ મહેમાનો તરીકે જતીન પઢીયાર, હાજીયાણી રોશનબેન મેમણ, ડૉ. શબનમબેન સૈયદ, જાવેદભાઈ રાખડીવાળા, અસીમભાઈ ખેડાવાળા, હાજી અ. રજ્જાકભાઈ, એમ. જી. ગુજરાતી તથા અયમનબેન નાથાણી ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પ્રસંગે 170થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરી ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. ઉપરાંત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 99.99 PR સાથે નડિયાદ-આણંદ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર સલમાબેન મેમણનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

 

કાર્યક્રમને સફળ બનાવવા માટે આણંદ મેમણ જમાતના કાર્યકારી પ્રમુખ અશરફભાઈ, જમાતના કારોબારી સભ્યો, મેમણ સમાજના યુવાનો તેમજ વડીલોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન પ્રોફેસર પરવેઝ સર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે ઉમર ફારૂક મેમણ દ્વારા આભારવિધિ વ્યક્ત કરવામાં આવી હતી.

 

સમાજમાં શિક્ષણ પ્રત્યે પ્રેરણા અને વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહન મળે તેવા હેતુથી યોજાયેલ આ સમારોહ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!