ARAVALLIMEGHRAJMODASA

મેઘરજ- ટીંટોઈ રોડ પર પહાડિયા નજીક કાર ચાર વખત પલટી, બે લોકોનો આબાદ બચાવ – ભયંકર અકસ્માત સર્જાયો 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજ- ટીંટોઈ રોડ પર પહાડિયા નજીક કાર ચાર વખત પલટી, બે લોકોનો આબાદ બચાવ – ભયંકર અકસ્માત સર્જાયો


અરવલ્લી, મેઘરજ : અરવલ્લી જિલ્લાના મેઘરજ-ટીંટોઈ રોડ પર પહાડિયા ગામ તરફ જતા માર્ગ પર આજે ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રોડ પરથી ઉતરી ગઈ હતી અને અંદાજે ચાર વખત પલટી ખાઈ હતી.અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો તેમજ પાછળનો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.અકસ્માત બાદ વાહનનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. જોકે સદનસીબે કારમાં સવાર બે લોકોનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક બચાવ કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.અકસ્માતના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!