MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના થોરાળા નજીક ગેસના ગોડાઉનમાં ફિલ્મી ઢબે ચોરી: તાળું ન તૂટતાં આખો દરવાજો હૂકમાંથી કાઢી ૩૦ ભરેલા બાટલા ચોરી ગયા

 

MORBI:મોરબીના થોરાળા નજીક ગેસના ગોડાઉનમાં ફિલ્મી ઢબે ચોરી: તાળું ન તૂટતાં આખો દરવાજો હૂકમાંથી કાઢી ૩૦ ભરેલા બાટલા ચોરી ગયા

 

 

મોરબી તાલુકાના થોરાળા ગામ નજીક આવેલા એક ગેસ એજન્સીના બંધ ગોડાઉનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ ફિલ્મી ઢબે ચોરીને અંજામ આપ્યો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોડાઉનના મુખ્ય દરવાજાનું મજબૂત તાળું તોડવામાં નિષ્ફળ ગયેલા ચોરોએ આખો દરવાજો જ હૂકમાંથી બહાર કાઢી ખસેડી નાખ્યો હતો અને અંદર પ્રવેશી રૂ. ૯૯,૦૦૦ ની કિંમતના ઇન્ડેન ગેસના ભરેલા ૩૦ બાટલાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, મૂળ મોરબી તાલુકાના થોરાળા ગામના વતની અને હાલ મોરબી શહેરમાં શનાળા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં રહેતા વેપારી રજનીકાંતભાઈ લાલજીભાઈ મેરજા (ઉ.વ.૫૬) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, થોરાળા ગામના પાટીયા પાસે તેમની ‘ફ્રીડમ ગેસ એજન્સી’ નામે ઇન્ડેન એલ.પી.જી. ગેસનું ગોડાઉન આવેલું છે. મોડી રાત્રિના અંધારાનો લાભ લઈ અજાણ્યા તસ્કરો આ બંધ ગોડાઉન પર ત્રાટક્યા હતા. ચોરોએ શરૂઆતમાં ગોડાઉનના મુખ્ય દરવાજાનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તાળું મજબૂત હોવાથી તે તૂટ્યું ન હતું. આથી ચોરોએ અનોખો કીમિયો અપનાવી આખો દરવાજો જ હૂકમાંથી ખોલીને એકતરફ ખસેડી નાખ્યો હતો અને ગોડાઉનમાં ગુનાહિત પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ ગોડાઉનની અંદર રાખેલા સ્ટોકમાંથી ઇન્ડેન ગેસના ભરેલા કુલ ૩૦ નંગ બાટલાની ચોરી કરી હતી. ચોરી થયેલા એક બાટલાની કિંમત આશરે રૂ. ૩,૩૦૦ લેખે કુલ રૂ. ૯૯,૦૦૦ નો મુદ્દામાલ ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા હતા. ઘટના અંગે ગેસ એજન્સીના માલિકની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!