MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય.




MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત શહેરી શેરી ફેરીયાઓને લોન સહાય.


મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ સ્ટ્રીટ વેન્ડરો, લારી-ગલ્લા ધારકો, ફેરિયાઓ, શાકભાજી, ફળ, ચા-નાસ્તા, ફાસ્ટફૂડ તથા અન્ય નાના વેપારીઓને જાણ કરવામાં આવે છે કે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલી પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (PM SVANidhi) યોજના અંતર્ગત પાત્ર લાભાર્થીઓ માટે લોન મેળવવાના ઓનલાઈન અરજી મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા ખાતે ભરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ સ્ટ્રીટ વેન્ડરોને તેમના વ્યવસાય માટે જરૂરી કાર્યકારી મૂડી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ પોતાના નાના વ્યવસાયને વધુ સશક્ત બનાવી આત્મનિર્ભર બની શકે. યોજનામાં પ્રથમ તબક્કામાં રૂ.૧૫,૦૦૦/- સુધીની ગીરવે વગરની લોન આપવામાં આવે છે. પ્રથમ તબક્કાની લોનની નિયમિત ચુકવણી કર્યાબાદ દ્વિતીય તબક્કામાં રૂ.૨૫,૦૦૦/-ની લોન ત્યારબાદ તૃતીય તબક્કામાં રૂ.૫૦,૦૦૦/-ની લોન આપવામાં આવે છે. સમયસર લોનની ચુકવણી કરનાર લાભાર્થીઓને વ્યાજ સબસિડીનો લાભ તેમજ આગામી તબક્કામાં રૂ.૩૦,૦૦૦/- સુધી ક્રેડિટકાર્ડ મેળવવાની તક પણ ઉપલબ્ધ થાય છે. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવે છે.આથી મોરબી મહાનગરપાલિકા વિસ્તારના તમામ પાત્ર સ્ટ્રીટ વેન્ડરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આધાર કાર્ડ, મોબાઇલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા જરૂરી હોય તો વેન્ડર સંબંધિત પુરાવા સાથે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા ખાતે કચેરી સમય દરમિયાન રૂબરૂ હાજર રહી ઓનલાઈન અરજીપત્રક ભરી આ લોકકલ્યાણકારી યોજનાનો લાભ મેળવો. વધુ માહિતી, માર્ગદર્શન અથવા અરજી પ્રક્રિયા અંગે સહાય માટે મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા, ખારા કુવા શેરી, સહયોગ કોમ્પ્લેક્ષ બીજોમાળ NULM ઓફીસ ખાતે કચેરી સમય દરમિયાન સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે. તમામ પાત્ર સ્ટ્રીટ વેન્ડરો વધુમાં વધુ સંખ્યામાં આ યોજનાનો લાભ લઈ પોતાના વ્યવસાયને વધુ મજબૂત બનાવે તેવી મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવે છે.



