AHAVADANG

ડાંગ જિલ્લા માહિતી કચેરીના વય નિવૃત્ત થતા સેવક શ્રી ઝીણીયાભાઇ ગામીતને અપાયુ વિદાયમાન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા માહિતી કચેરી, આહવા ખાતે સેવક તરીકે ફરજ બજાવતા કર્મયોગી શ્રી ઝીણીયાભાઇ ગામીત તારીખ ૩૦-૬-૨૦૨૬ ના રોજ વયનિવૃત થતા ડાંગ માહિતી પરિવાર દ્વારા ભાવભીનું વિદાયમાન આપવામાં આવ્યું હતું.

 

શ્રી ઝીણાભાઇ ગામીતે ૩૬ વર્ષથી વધુની ફરજ સુપેરે બજાવી છે. તેમણે તેમની સેવાની શરૂઆત સોનગઠથી કરી હતી. ત્યાર બાદ  દાહોદ, આમોદ અને ડાંગ જિલ્લામાં ફરજ બજાવી હતી. છેલ્લા ૨૭ વર્ષથી તેઓએ ડાંગ જિલ્લા માહિતી કચેરી ખાતે પોતાની સેવા આપી છે.

આ તકે ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી મનોજ ખેંગાર સહિત સૌ કર્મયોગીઓએ શ્રી ગામીતને નિવૃત્તિની શુભકામના પાઠવી તેમનું જીવન સ્વસ્થ નિરોગી રહે એવી શુભકામના પાઠવી હતી.

ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા શ્રી ગામીતને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. શ્રી ગામીતે તેમની સેવાકાળની ફરજ પ્રત્યેની કાર્યનિષ્ઠા સાથે જુના સંસ્મરણો વાગોળી ફરજ અંગે સંતોષની લાગણી વ્યકત કરી હતી.

તેઓનું નિવૃત્ત જીવન સુખી, સ્વસ્થ, સમૃદ્ધ નીવડે, તેઓ પોતાના પરિવાર સાથે સમય વ્યતિત કરે તેવી સૌએ શુભકામના પાઠવી હતી.

શ્રી ઝીણીયાભાઇ ગામીતે સૌ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે,  માહિતી કચેરીમાં કામ કરવાનો અનૂભવ ખૂબ જ સારો રહ્યો છે. સૌએ પરિવાર જેવી ભાવના રાખી છે. નોકરી દરમિયાન દરેક લોકો સાથે સુમેળભર્યા સંબધો જાળવી રાખવા તેમજ દરેકનુ માન જળવાય તે રીતે કચેરીના તમામને આવકારવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરીના તમામ કર્મયોગીઓ સહિત શ્રી ઝીણાભાઇ ગામીતના કુટુંબીજનો પણ ઉપસ્થિત રહ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે, માહિતી ખાતાના જિલ્લા અધિકારીઓની રાજ્યકક્ષાની પ્રતિમાસ યોજાતી સમીક્ષા બેઠક પણ આજે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત માહિતી કમિશ્નર શ્રી કે.એલ.બચાણીએ પણ શ્રી ગામિત સહિતના નિવૃત્ત થતા તમામ કર્મયોગીઓને શુભકામનાઓ પાઠવી હતી. તો દક્ષિણ ગુજરાત ઝોનના સંયુક્ત માહિતી નિયામક શ્રી અરવિંદ મછારે પણ શ્રી ગામીતને નિવૃત્તિની શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!