ARAVALLIMEGHRAJMODASA

ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મેઘરજમાં આદિવાસી સમાજે આપ્યું આવેદનપત્ર, નિષ્પક્ષ તપાસની માંગ

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં મેઘરજમાં આદિવાસી સમાજે આપ્યું આવેદનપત્ર, નિષ્પક્ષ તપાસની માંગ

દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આદિવાસી સમાજ દ્વારા સરકાર સમક્ષ આવેદન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો મેઘરજ મામલતદાર કચેરીએ એકત્રિત થયા હતા અને મામલતદાર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું

આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને રાજકીય દ્વેષના કારણે ખોટી રીતે કેસમાં ફસાવવામાં આવ્યા હોવાનો સમાજનો આક્ષેપ છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવામાં આવે તેમજ ચૈતરભાઈ વસાવા અને અન્ય આરોપીઓને કાયદા મુજબ ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.આ પ્રસંગે સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે કાયદા અને બંધારણમાં વિશ્વાસ રાખીને તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ સરકાર સુધી પહોંચાડી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને એકતા દર્શાવી હતી.આવેદનપત્ર સ્વીકાર્યા બાદ મામલતદાર કચેરી દ્વારા તે રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!