પનામા કેનાલને અમે ચીનના હાથમાં નહીં જવા દઈએ : ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન : અમેરિકાએ પનામા કેનાલ પરનો કાબુ (પનામા સરકારને) સોંપવો જ જોઈતો ન હતો. તેમ કહેતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, એ કેનાલ ઉપર પોતાનો કાબુ મળ્યા પછી પનામાએ ત્યાંથી આવતાં-જતાં જહાજો ઉપરની ફી પણ વધારી દીધી છે. આ ઉપરાંત હવે ચીન તે કેનાલ ઉપર કબજો જમાવવા માગે છે પરંતુ અમે તે કેનાલ પર ચીનને કબજો જમાવવા નહીં દઈએ.
મોડોરામાં થીયોડોર રૂઝવેલ્ટ પ્રેસિડેન્શ્યલ લાઇબ્રેરીનું ઉદ્ધાટન કરતાં આપેલા વક્તવ્યમાં દિવંગત પ્રમુખ જીમી કાર્ટરની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે, કેટલુ મુર્ખામીભર્યું તે પગલું હતું. સૌથી પહેલા તો તેમણે તેમાથી પસાર થતા જહાજો ઉપરની ટ્રાઝિંટ-ફી (યાતાયાત શુલ્ક) વધારી દીધી છે અને હવે ચીન તેની ઉપર કબજો જમાવવા માગે છે. પરંતુ અમે તેમ થવા દેવાના નથી.
ટ્રમ્પે કહ્યું કે તે સમયના અમેરિકાના પ્રમુખ જીમી કાર્ટરે અને પનામાના પ્રમુખ ટોરી જોસ વચ્ચે ૧૯૭૭માં સંધિ થઇ હતી. તે પ્રમાણે ૧૯૯૯ થી તે કેનાલ ઉપર પનામાનો કબજો આવી ગયો. તેણે ટ્રાન્ઝિ-ફી ચાર ગણી વધારી દીધી છે. અને હવે ચીન ત્યાં પહોંચવા માગે છે. જે અમે થવા નહીં દઈએ.
ઉલ્લેખનીય છે કે પનામા કેનાલ પર્વતીય પ્રદેશમાં વિવિધ લેવલ રચી અમેરિકન ઇજનેરોએ જ બનાવી હતી. તેથી પૂર્વ અમેરિકા અને પશ્ચિમ અમેરિકા વચ્ચે સીધો જળ માર્ગ સરળ બન્યો હતો. પશ્ચિમ અમેરિકાથી જહાજો, પૂર્વ અમેરિકા તરફ અને પૂર્વથી પશ્ચિમ તરફ જહાજો સરળતાથી જઇ આવી શકે છે. હવે ચીનની એક કંપનીએ તે કેનાલનો વહીવટ હાથ ધરવા બીડ જીતી છે. વાસ્તવમાં તે કંપની ચીની સરકારની જ છે, તેમ પણ જાણવા મળ્યું છે. જો આ કેનાલ ચીનના હાથમાં પડી જાય તો અમેરિકામાં ઉત્તર અને દક્ષિણ વચ્ચેના ભૂ-રાજકીય સમીકરણો જ બદલાઈ જાય. તેથી અમેરિકા માટે ભારે મોટી આપતિ આવી પડે.
આ વક્તવ્યમાં ટ્રમ્પે બર્થ રાઇટ સીટીઝનશિપનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, વાસ્તવમાં તે અમેરિકામાં આવેલા ગુલામો સાથે રચવામાં આવી હતી. તે કંઈ ચીનથી કે અન્ય દેશોમાંથી અહીં આવીને વસેલાઓને માટે ન હતી. છતાં કોર્ટે બર્થ રાઇટ સીટીઝનશીપ સ્વીકાર્ય ગણી છે, એ તેઓ ફરી કાનુની જંગ લડશું.





