ARAVALLIBAYADMODASA

બાયડ – “પુત્રવધૂને હેરાનગતિના મુદ્દે વિવાદ ઉગ્ર : મહિલાને ઢસડી, પતિ પર પાઇપથી હુમલો; ચાર સામે ગુનો”

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

બાયડ – “પુત્રવધૂને હેરાનગતિના મુદ્દે વિવાદ ઉગ્ર : મહિલાને ઢસડી, પતિ પર પાઇપથી હુમલો; ચાર સામે ગુનો”

બાયડ: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામે પુત્રવધૂને હેરાન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરતાં બોલાચાલી ઉગ્ર બની હતી. આ દરમિયાન મહિલાને વાળ પકડીને ઢસડી દેવાઈ, પતિ પર લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવ્યો અને પરિવારના અન્ય સભ્યોને પણ માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે


ફરિયાદ મુજબ, ડેમાઈ ગામની રહેવાસી રેખાબેન સુનિલભાઈ વાઘેલાએ જણાવ્યું છે કે તા. 1 જુલાઈ, 2026ના રોજ સાંજે પોતાના ફ્રૂટના ધંધા દરમિયાન તેમણે હર્ષદભાઈ રાજુભાઈ ચૌહાણને અગાઉ તેમના એક પુત્રની પત્ની સાથે ફોન પર વાતચીત કરતો હોવાનો તેમજ હવે બીજા પુત્રની પત્નીને પણ હેરાન કરતો હોવાનો આક્ષેપ કરતાં બોલાચાલી થઈ હતી.
આક્ષેપ છે કે ત્યારબાદ હર્ષદભાઈ લોખંડની પાઇપ લઈને આવ્યા હતા, જ્યારે વિક્રમભાઈ રાજુભાઈ ચૌહાણે ફરિયાદીના માથાના વાળ પકડી રોડ પર ઢસડી દીધા હતા. બુમાબુમ સાંભળી બચાવવા આવેલા પતિ સુનિલભાઈને હર્ષદભાઈએ લોખંડની પાઇપ વડે માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.આ દરમિયાન પુત્રો સતીષકુમાર અને સુમિતકુમાર વચ્ચે પડતાં રાહુલભાઈ રાજુભાઈ ચૌહાણ અને પિયુષભાઈ જખસીભાઈ ચૌહાણ પણ આવી ગયા હતા અને બંને પુત્રોને માર માર્યો હોવાનો તેમજ “ફરી અમારા વિશે કંઈ કહેશો તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી આપી સ્થળ પરથી જતાં રહ્યા હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ છે.ઇજાગ્રસ્ત સુનિલભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે વાત્રક હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ હોવાનું જણાવાયું છે.આ બનાવ અંગે બાયડ પોલીસ સ્ટેશનમાં હર્ષદભાઈ રાજુભાઈ ચૌહાણ, વિક્રમભાઈ રાજુભાઈ ચૌહાણ, રાહુલભાઈ રાજુભાઈ ચૌહાણ અને પિયુષભાઈ જખસીભાઈ ચૌહાણ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!