ARAVALLIGUJARATMODASA

ગુજરાત પ્રદેશ પંચાયતી રાજ ગ્રામ પ્રધાન સંગઠનમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે રાકેશભાઈ પટેલની નિમણૂક

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ગુજરાત પ્રદેશ પંચાયતી રાજ ગ્રામ પ્રધાન સંગઠનમાં અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે રાકેશભાઈ પટેલની નિમણૂક

ગુજરાત પ્રદેશ પંચાયતી રાજ ગ્રામ પ્રધાન સંગઠન (PRGPS)ના અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

સંગઠન દ્વારા 8 જુલાઈ, 2026ના રોજ જારી કરાયેલા નિયુક્તિ પત્ર મુજબ રાષ્ટ્રીય અધ્યક્ષ દયારામ રાયની મંજૂરી તેમજ રાષ્ટ્રીય સંરક્ષક બાબુભાઈ ઈશ્વરભાઈ પટેલની ભલામણના આધારે કાર્યકારિણીની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ કરવામાં આવી છે.

સંગઠનના મુખ્ય ઉદ્દેશો

પંચાયત રાજ સંસ્થાઓમાં સંપૂર્ણ રીતે પંચાયતી રાજ વ્યવસ્થા અસરકારક રીતે અમલમાં આવે તે માટે પ્રયત્નશીલ રહેવું.ગ્રામ્ય વિસ્તારોમાં લોકઉપયોગી સુવિધાઓનું સર્જન અને વિકાસ કરવો.ગામડાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ વિકાસલક્ષી કાર્યો હાથ ધરવા.મહિલાઓના સશક્તિકરણ માટે મહિલા સહાયતા કેન્દ્રોની સ્થાપના કરવી.પીડિત, શોષિત અને પરેશાન મહિલાઓને કાનૂની, સામાજિક અને જરૂરી તમામ પ્રકારની સહાય પૂરી પાડવી.અંધ, બહેરા, મૂંગા તથા શારીરિક દિવ્યાંગ વ્યક્તિઓના પુનર્વસન અને કલ્યાણ માટે કાર્ય કરવું.

સમાજના હિતમાં કોમ્યુનિટી હોલ, લગ્ન પ્રસંગ હોલ, વૃદ્ધાશ્રમ, મહિલા આશ્રમ, હેલ્થ કેર સેન્ટર, સંગીતાલય, નૃત્યાલય, અનાથાલય, જાહેર શૌચાલય, બાલવાડી, આંગણવાડી, પરબ, લાઇબ્રેરી, ડિસ્પેન્સરી, હોસ્પિટલ, સ્ટેડિયમ, સ્ટુડિયો તથા રાત્રિ રોકાણ જેવી લોકઉપયોગી સુવિધાઓનું નિર્માણ અને સંચાલન કરવું.જનહિત માટે જરૂરી તમામ પ્રકારની લોકઉપયોગી વ્યવસ્થાઓ ઉભી કરવી અને તેનું સંવર્ધન કરવું.દરેક ગ્રામ પંચાયતના માનનીય સરપંચ ઓ તથા પંચાયતના પ્રતિનિધિઓને સાથે રાખી વિકાસલક્ષી અને જનકલ્યાણના કાર્યો કરવાં.

સંકલ્પ:સંગઠનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, સામાજિક ન્યાય, દિવ્યાંગ કલ્યાણ અને સર્વાંગી જનકલ્યાણ માટે સર્વના સહયોગથી કાર્ય કરી સમૃદ્ધ, સ્વાવલંબી અને વિકસિત ગામડાઓનું નિર્માણ કરવાનો છે.

Back to top button
error: Content is protected !!