
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ભરણપોષણના કેસમાં સજા પામેલા બે આરોપીઓને મેઘરજ પોલીસે ઝડપી પાડ્યા
અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસને ભરણપોષણના કેસોમાં સજા પામ્યા બાદ નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. વાઘેલાની સૂચના મુજબ મેઘરજ પોલીસ દ્વારા નામદાર કોર્ટના વોરંટોનું અમલીકરણ હાથ ધરવામાં આવ્યું હતું.પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. નિનામા અને પીએસઆઈ એસ.કે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે બાતમીના આધારે બંને આરોપીઓને તેમના રહેણાંક ઘરેથી ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં:
રજાકભાઈ એહમદભાઈ ભાયલા, રહે. નવી મસ્જિદ પાછળ, મેઘરજ — ફેમિલી કોર્ટ મોડાસાના ભરણપોષણ કેસમાં 7 મહિનાની સજા.
યુનુસભાઈ ઇબ્રાહીમભાઈ મોડાસીયા, રહે. નવી મસ્જિદ પાછળ, મેઘરજ — જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટ મેઘરજના ભરણપોષણ કેસમાં 480 દિવસની સજા.
મેઘરજ પોલીસે બંને આરોપીઓને ઝડપી લઈને કોર્ટના આદેશનો અમલ કરાવ્યો છે.





