મહીસાગર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરી બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

હેડલાઇન:
મહીસાગર જિલ્લામાં તલાટી કમ મંત્રીઓએ મહેસૂલી કામગીરી બંધ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

runfunc: 0; algolist: 0;
multi-frame: 1;
brp_mask:0;
brp_del_th:0.0000,0.0000;
brp_del_sen:0.0000,0.0000;
motionR: 1;
delta:1;
bokeh:1;
module: photo;hw-remosaic: false;touch: (0.48103145, 0.4739287);sceneMode: 13107200;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?Mostly cloudy, icon:1, weatherInfo:100;temperature: 31;
સબ હેડલાઇન:
વધતા કામના ભારણનો ઉલ્લેખ કરી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત, રાજ્ય મહામંડળના નિર્ણયને ટેકો..
સ્ટોરી:
મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાના તલાટી કમ મંત્રીઓ દ્વારા મહેસૂલી કામગીરી બંધ કરવા અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આવેદનમાં જણાવાયું છે કે તલાટી કમ મંત્રીઓ પાસે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ ઉપરાંત અન્ય વિભાગોની કામગીરી પણ સોંપવામાં આવતી હોવાથી કામનું ભારણ સતત વધી રહ્યું છે. જેના કારણે નિયમિત કામગીરી પ્રભાવિત થતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તલાટી કમ મંત્રીઓએ ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળના નિર્ણયને અનુસરી મહેસૂલી કામગીરી બંધ કરવાની રજૂઆત કરી છે. સાથે જ સરકાર સમક્ષ લાંબા સમયથી રજૂ કરવામાં આવતી માંગણીઓનો યોગ્ય અને વહેલો નિકાલ લાવવા માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રની નકલ સંબંધિત અધિકારીઓને પણ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે. હવે આ રજૂઆત અંગે તંત્ર શું નિર્ણય લે છે તેના પર કર્મચારીઓ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની નજર મંડાઈ છે.
રિપોર્ટર : અમીન કોઠારી





